સુરતમાં રખડતા ઢોરો ત્રાસને પગલે પશુપાલક સામે પોલીસે કરી લાલ આંખ
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને 60 દિવસમાં તમામ ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.
સુરત પોલીસ કમિશનર (Commissioner of Police)દ્વારા એક જાહેરનામું (Notification)બહાર પાડ્યું છે .જેમાં સુરત (SURAT) શહેરમાં પશુઓના માલિકોએ 60 દિવસમાં પોતાના પશુઓનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (SMC) ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
સુરત શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફીકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેથી, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશનરના હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને 60 દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.
તેમજ ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષીસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય અથવા જો ઢોરનું મરણ થાય તો તેની જાણ ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.૨૦/૦૩/૨૦૨૨ થી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ત્રાસને કારણે અકસ્માત તેમજ ટ્રાફિક સર્જાય છે.
મહત્વની વાત એ છે કે સુરત શહેર એટલે એક ટ્રાફિકનું ઘર ગણાય છે. પરંતુ રખડતાં ઢોરોના ત્રાસને પગલે પણ ટ્રાફિકની સમસ્યા વારંવાર વખત બનતી રહે છે. સાથોસાથ રખડતાં ઢોરોના કારણે અકસ્માતના બનાવો પણ સતત વધી રહ્યા છે. ત્યારે આખરે સુરત પોલીસ દ્વારા પશુપાલકો સામે લાલ આંખ કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે આ જાહેરનામાનો અમલ કેટલા અંશે અમલ થશે તે તો આવનાર સમય બતાવશે.
આ પણ વાંચો : 20 માર્ચ એટલે World Sparrow Day , જેતપુરના એક હોટલ માલિકનો અનોખો ચકલી પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ચકલીઓનું જતન
આ પણ વાંચોઃ Rajkot: ગામડાંના લોકોએ ખભે-ખભો મિલાવીને જળસંચયનું કામ કરવા મંત્રી અરવિંદ રૈયાણીએ કરી અપીલ