9 ડિસેમ્બરના મહત્વના સમાચાર આતંકવાદીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ગોળી મારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2023 | 11:48 PM

આજે 8 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 ડિસેમ્બરના મહત્વના સમાચાર આતંકવાદીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ગોળી મારી
Gujarat latest live news and Breaking News today 9 december 2023

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ફિનિટી ફોરમ – ફિનટેક સાથે સંબંધિત વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મની 2જી આવૃત્તિને સંબોધિત કરશે.ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવશે, જ્યાં તેઓ આજે નાગપુરમાં ગઢચિરોલીમાં સ્ટીલ પ્રોજેક્ટ અને રાજ્યના સૌથી મોટા જોબ ફેરનું ઉદ્ઘાટન કરવાના છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Dec 2023 11:48 PM (IST)

    આતંકવાદીઓએ શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોને ગોળી મારી

    શનિવારે શ્રીનગરના બેમિના વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલા બાદ પોલીસકર્મીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બેમિના વિસ્તારની હમદાનિયા કોલોનીમાં આતંકીઓએ કોન્સ્ટેબલ મોહમ્મદ હાફિઝને ગોળી મારી દીધી છે.

  • 09 Dec 2023 11:46 PM (IST)

    દહેગામ બાયડ રોડ પર ગાડી ચાલકે મહિલાને લીધી અડફેટે

    • દહેગામ બાયડ રોડ પર બેફામ ગાડી ચાલકે મહિલાને અડફેટે લીધી
    • ગાડી ચાલકે પાણીપુરીની લારી પાસે ઉભેલા બે પુરુષો અને એક મહિલા ને ગંભીર ઇજા પહોંચાડી
    • ત્રણેય વ્યક્તિઓને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા
  • 09 Dec 2023 10:30 PM (IST)

    પ્રપોઝલ ઠુકરાવતા હેલ્થ ઓફિસરે મહિલાને જાનથી મારી નાખવાની આપી ધમકી

    • ગાંધીનગરમાં મહિલાએ પ્રપોઝલ ઠુકરાવતા હેલ્થ ઓફિસરે મહિલાને જાનથી મારી નાખવાની આપી ધમકી
    • મહિલા ઓફિસરની ગાડીને નુકસાન પહોંચાડ્યું
    • અમદાવાદ આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા ઓફિસર ફરજ બજાવે છે
    • તાલુકા હેલ્થ ઓફિસર વિરલ રાજેશ ભાઈ વાઘેલા વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
    • જબરજસ્તી સબંધ બંધવા તાલુકા હેલ્થ ઓફિસરે મહિલાને દબાણ કર્યું
    • મહિલાએ ના પાડતા જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
    • સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં થઈ કેદ
    • પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
  • 09 Dec 2023 10:02 PM (IST)

    જૂનાગઢમાં ખામધ્રોળ રોડ પર ગેસ પાઇપલાઇનમાં થયો બ્લાસ્ટ

    • ખામધ્રોળ રોડ પર ગેસ પાઇપલાઇનમાં થયો બ્લાસ્ટ
    • હેમાવન સોસાયટીમાં બની ઘટના
    • બ્લાસ્ટ થતા ઘરવખરીને નુકસાન
    • ઘટનામાં કોઇ જાનહાની નહીં
    • આજુબાજુના લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા
  • 09 Dec 2023 09:16 PM (IST)

    જામનગરમાં મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા

    • શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા
    • મહિલા સરપંચના પતિ મનસુખ નાથાભાઈ ચાવડા અને ઉપ સરપંચ રામજી કણજારીયા 60 હજારની લાંચ લેતા ઝડપાયા
    • ACBએ છટકુ ગોઠવી બંનેને ઝડપ્યા
  • 09 Dec 2023 07:38 PM (IST)

    BSPમાંથી હાંકી કાઢવા પર દાનિશ અલીએ કહ્યું, ભાજપ સામે લડાઈ ચાલુ રહેશે

    પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે બસપામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદ દાનિશ અલીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. દાનિશ અલીએ પાર્ટીમાંથી સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું, “મેં હંમેશા મૂડીવાદીઓનો વિરોધ કર્યો છે અને કરતો રહીશ. હું અમરોહાના લોકોને ખાતરી આપવા માંગુ છું કે હું તેમની સંપૂર્ણ નિષ્ઠા સાથે સેવા કરતો રહીશ.”

  • 09 Dec 2023 07:30 PM (IST)

    સુરત ભાજપ કાર્યાલય ખાતે ગરબાનું આયોજન

    • 3 રાજ્યમાં ભાજપની ચૂંટણીમાં થયેલ જીતને લઇને જશ્ન
    • ભાજપ કાર્યકરો સાથે મહિલા કાર્યકરો ચણિયાચોળી પહેરી ગરબે જુમતી જોવા મળી
    • ગરબાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તે પણ ઉજવણીનુ એક કારણ
  • 09 Dec 2023 07:08 PM (IST)

    રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી જુનાગઢમાં કરાશે

    • રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી જુનાગઢમાં
    • કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
    • અલગ અલગ સમિતિઓની લઈને થઈ ચર્ચા
    • કાર્યક્રમ સ્થળ,પાર્કિંગ વ્યવસ્થા અને વિવિધ કાર્યક્રમોને લઈને થઈ ચર્ચા
    • તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર
  • 09 Dec 2023 06:22 PM (IST)

    મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીન રાજ્યના નવા એડિશનલ એડવોકેટ જનરલ

    • રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ
    • રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને આપશે પોતાની સેવાઓ
    • એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પ્રથમ વખત મહિલા વકીલની નિયુક્તિ
    • મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ
  • 09 Dec 2023 05:49 PM (IST)

    જૂનાગઢમાં મહાપંચાયતનું આયોજન

    • જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે આંદોલન
    • રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ આંદોલન
    • જુનાગઢની સાથે જિલ્લામાંથી શિક્ષકો આવ્યા
    • જૂની પેન્શન સ્કીમ ફરીથી લાગુ કરવા કરાઈ માંગ
  • 09 Dec 2023 05:13 PM (IST)

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં એક આરોપીની ધરપકડ

    સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યાના આરોપી અને કાવતરાખોરની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ રામવીર હોવાનું કહેવાય છે, જે હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. રામવીરે શૂટર નીતિન અને રોહિત માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી. શૂટર નીતિન ફૌજી અને રામવીર બાળપણના મિત્રો છે.

  • 09 Dec 2023 04:18 PM (IST)

    સાંસદ મનસુખ વસાવા ફરી સંકલ્પ યાત્રામાં વિફર્યાનો વિડિઓ આવ્યો સામે

    • નર્મદાના સાંસદ મનસુખ વસાવા ફરી  વિફર્યા
    • ડેડીયાપાડાના ગંગાપુર ગામ હતો જાહેર કાર્યક્રમ
    • ચૈતર વસાવા ઇસુદાન ગઢવી અને કેજરીવાલ પર કર્યા પ્રહાર
    • આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે કેમ ભાઈ સાચા હોય તો હાજર થાવ: મનસુખ વસાવા સાંસદ
    • એક મહિલાએ સોસીયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે, સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા
    • મનસુખ વસાવાએ વસાવા અટક કાઢી મોદી અટક લખવી જોઈએ આવી પોસ્ટ મુકતા સાંસદ અકળાયા
    • સાંસદ મનસુખ વસાવા હિન્દુસ્તામાં કોઈ થી ડરતો નથી
    • આમ આદમી પાર્ટી જૂઠા લોકોની પાર્ટી છે
    • હું મૂળ આદિવાસી છુ કેમ અટક બદલું ભાઈ
    • ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકવી મહિલાઓનો ઉપયોગ કરે છે
    • તાકાત હોય તો આવો મેદાનમાં ચૂંટણી જંગમાં બતાવી દવ કહી સાંસદે આપ્યો પડકાર
    • જો સાચા છે તો છુપાઈને કેમ ફરો છો, કહી સાંસદે ચૈતર વસાવાને હજાર થવા સલાહ પણ આપી
  • 09 Dec 2023 04:17 PM (IST)

    બનાસકાંઠામાં દાંતાના મંડાલી ગામમાં આગની ઘટના

    • દાંતાના મંડાલી ગામમાં આગની ઘટના
    • બપોરના સમયે મકાનમાં લાગી આગ
    • મકાનમાં ઘાસ ચારામાં આગ લાગી
    • ફાયર ફાઈટર મંડાલી પહોંચીને આગ પર કાબું મેળવ્યો
    • સ્થાનિક લોકોએ આગ બુજાવાના કર્યા પ્રયાસ
    • કોઈ જાનહાની નહીં
  • 09 Dec 2023 04:01 PM (IST)

    રાજકોટ : વિકાસના કામોને લઈ કોર્પોરેટર કર્યા ગંભીર આક્ષેપ

    રાજકોટના વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાએ વિકાસના કામો ન થતા હોવાની ફરિયાદ કરી છે. તેઓનો દાવો છે કે પાછલા અઢી વર્ષથી તેમના વોર્ડમાં વિકાસના કામે જાણી જોઇને ટલ્લે ચડાવાય છે. વિકાસથી વંચિત પોતાના વિસ્તારની વ્હારે આવેલા પ્રજાના પ્રતિનિધિ હવે મુખ્ય સચિવના પુતળાના દહનના કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

  • 09 Dec 2023 03:29 PM (IST)

    અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન અને એરપોર્ટ-ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનીક માર્ગ તૈયાર કરાશે

    અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન કરવામાં આવશે. જ્યાં લાઈટીંગ સાથે ફાઉન્ટેન, પાર્કિંગ સહિત સુંદરતાભર્યો માર્ગ બનાવવામાં આવશે. સાથે જ સુંદર સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.

  • 09 Dec 2023 03:28 PM (IST)

    ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 21મી ડિસેમ્બરે

    ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 21મી ડિસેમ્બરે યોજાશે. ભારતીય રેસલિંગ ફેડરેશનની નજર લાંબા સમયથી ચૂંટણીની તારીખ પર હતી.

  • 09 Dec 2023 02:55 PM (IST)

    પીરિયડ્સના દુખાવામાં ‘મેફ્ટાલ સ્પાસ’દવા લેનારી મહિલાઓ સાવધાન ? સરકારે આપી ચેતવણી

    ભારતીય ફાર્માકોપિયા કમિશને તાજેતરમાં લોકોને સાવધાન કરતી જાહેર નોટિસ બહાર પાડી છે. IPC મુજબ પેટના દુખાવાથી સાંધાના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે મેફ્ટલનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. જો કે તેના સેવનથી તમને ઘણા ગંભીર નુકસાન થઈ શકે છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

  • 09 Dec 2023 02:53 PM (IST)

    અમદાવાદઃ એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવવાનો મામલો

    અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં આવેલ એકલવ્ય સ્કૂલના કરાટે શિક્ષકે વિદ્યાર્થીનીઓને ન્યૂડ વીડિયો બતાવવાના મામલે પોલીસ ફરિયાદ નોંધવમાં આવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી શિક્ષક આર્ય દુબેને પોલીસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. વીડિયો બતાવવાને મામલે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. જેને લઈ શાળામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

  • 09 Dec 2023 02:22 PM (IST)

    સવારે 5 વાગ્યાથી મુંબઈ એરપોર્ટ કાર્ગો ટર્મિનલ પર NIAના દરોડા ચાલુ છે

    આજે સવારે 5 વાગ્યાથી NIAની એક ટીમ મુંબઈના એરપોર્ટ કાર્ગો ટર્મિનલ પર પણ દરોડા પાડી રહી છે. NIAના 20 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર છે અને ઘણા લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. કોઈને અંદર કે બહાર જવા દેવામાં આવ્યા નથી.

  • 09 Dec 2023 01:15 PM (IST)

    જેપી નડ્ડા આજે સાંજે 5 વાગ્યે રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો સાથે વાત કરશે

    આજે સાંજે 5 વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજસ્થાનના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.રાજસ્થાનમાં ચૂંટણી જીતેલા તમામ ધારાસભ્યોને વીડિયો કોન્ફરન્સિંગની લિંક મોકલવામાં આવી છે, જેના દ્વારા જેપી નડ્ડા વાત કરશે.

  • 09 Dec 2023 12:51 PM (IST)

    અમદાવાદ: સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત

    સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત થવાની ઘટના બની છે. જેના કારણે ખેડૂતોનું મોટુ નુકસાન થયુ છે. અકસ્માતના પગલે મહેનતથી પકવેલી ડાંગર ક્ષણ વારમાં રસ્તા પર વિખેરાઇ ગઇ હતી. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

  • 09 Dec 2023 12:20 PM (IST)

    ચાંદોદમાંથી લાંચિયો કોન્સ્ટેબલ ઝડપાયો

    વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકમાં આવેલા ચાંદોદમાં કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. છોટાઉદેપુર ACBએ ચાંદોદમાં છટકુ ગોઠવીને આ લાંચિયા કોન્સ્ટેબલને પકડી પાડ્યો છે.

  • 09 Dec 2023 11:58 AM (IST)

    સોમવારે છત્તીસગઢમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે – સૂત્રો

    ભાજપના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે નિરીક્ષકો આજે છત્તીસગઢ પહોંચશે. રવિવારે સવારે 11 વાગે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. સોમવારે મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ થઈ શકે છે.

  • 09 Dec 2023 11:37 AM (IST)

    તેલંગાણામાં ભાજપના આઠ ધારાસભ્યોએ શપથ લેવાનો કર્યો ઇનકાર

    તેલંગાણામાં ભાજપના આઠ ધારાસભ્યોએ પ્રોટેમ સ્પીકરની સામે શપથ લીધા નહી. અગાઉ ધારાસભ્ય ટી રાજા સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ અકબરુદ્દીન ઓવૈસીની સામે શપથ લેશે નહીં.

  • 09 Dec 2023 09:04 AM (IST)

    પીએમ મોદીએ સોનિયા ગાંધીને અભિનંદન પાઠવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. PMએ લખ્યું છે કે, “સોનિયા ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. સોનિયા ગાંધીને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય મળે તેવી પ્રાર્થના.

  • 09 Dec 2023 08:28 AM (IST)

    NIA ના મુંબઈમાં એક સાથે 40 થી વધુ સ્થળો પર દરોડા

    પીટીઆઈના અહેવાલ મુજબ, વૈશ્વિક આતંકવાદી જૂથ ISIS દ્વારા દેશભરમાં આતંકવાદી હુમલાઓ કરવા માટેના કાવતરાથી સંબંધિત કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં લગભગ એકસાથે 44 સ્થળોએ દરોડા પાડ્યા છે NIA દ્વારા દરોડા પાડવાના કુલ સ્થળોમાંથી, એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં એક, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં એક સ્થાન શોધી કાઢ્યું છે.

  • 09 Dec 2023 08:11 AM (IST)

    તમિલનાડુમાં મુશળધાર વરસાદ

    તમિલનાડુમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દ્રશ્ય કોઈમ્બતુરનું છે..

  • 09 Dec 2023 08:10 AM (IST)

    કોઈમ્બતુરમાં ભારે વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા

    દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં વરસાદથી લોકોને રાહત મળી નથી.કોઈમ્બતુરના કેટલાક ભાગોમાં રાતથી ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે વાહનવ્યવહાર પર વિપરીત અસર પડી છે.

  • 09 Dec 2023 07:41 AM (IST)

    રાજ્યવાસીઓ સ્વેટર અને શાલ સાથે તૈયાર થઈ જજો, કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે.તો આજે ડાંગ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, જુનાગઢ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

    તો અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી, પંચમહાલ, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી બાજુ દાહોદ, ગીર સોમનાથ, સુરત સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

  • 09 Dec 2023 06:46 AM (IST)

    ઈરાકમાં મોટી દુર્ઘટના, યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ, 14 વિદ્યાર્થીઓના મોત

    ઉત્તરી ઈરાકના એરબિલમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીંની યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા.

  • 09 Dec 2023 06:44 AM (IST)

    અમેરિકાએ ગાઝામાં યુદ્ધ રોકવાના પ્રસ્તાવને વીટો કર્યો

    ગાઝામાં યુદ્ધ રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો કારણ કે અમેરિકાએ યુએનના આ ઠરાવને વીટો કર્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમાળામાં સેંકડો લોકો માર્યા ગયા છે.

  • 09 Dec 2023 06:44 AM (IST)

    WPL ઓક્શનઃ આજે 165 ખેલાડીઓની હરાજી થશે

    આજે વુમન્સ પ્રીમિયર લીગમાં 61 વિદેશી સહિત 165 ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે. જેમાંથી 104 ભારતીય અને સહયોગી દેશોના ખેલાડીઓ હશે.

  • 09 Dec 2023 06:43 AM (IST)

    ઉપરાષ્ટ્રપતિ ધનખર આજે ગુરુગ્રામ જશે

    ઉપરાષ્ટ્રપતિ ધનખર આજે ગુરુગ્રામ જશે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખંઢેરના સેક્ટર 45 સ્થિત સાર્થક એજ્યુકેશનલ ટ્રસ્ટના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.

  • 09 Dec 2023 06:43 AM (IST)

    કોંગ્રેસ રાજસ્થાનમાં હારની સમીક્ષા કરશે

    રાજસ્થાનના કોંગ્રેસના નેતાઓ આજે દિલ્હીમાં સવારે 11:30 વાગ્યે સંગઠન મહાસચિવ સાથે બેઠક કરશે, જેમાં હારના કારણોની સમીક્ષા કરવામાં આવશે.

  • 09 Dec 2023 06:42 AM (IST)

    અમિત શાહ માઓવાદી પ્રભાવિત ગઢચિરોલીમાં સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

    ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે આવશે, જ્યાં તેઓ આજે નાગપુરમાં ગઢચિરોલીમાં સ્ટીલ પ્રોજેક્ટ અને રાજ્યના સૌથી મોટા જોબ ફેરનું ઉદ્ઘાટન કરવાના છે. બાદમાં શાહ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી કેમ્પસમાં રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરશે, જ્યાં 300 થી વધુ કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને 21,000 થી વધુ નોકરીઓ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે

  • 09 Dec 2023 06:42 AM (IST)

    ઉપપ્રમુખ જગદીપ ધનખરની બાંસવાડા મુલાકાત

    દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બાંસવાડાના પ્રવાસે જઈ રહ્યા છે. ધનખડ બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ ઉતરશે, ત્યારબાદ તેનો ત્રિપુરા સુંદરી મંદિરમાં પૂજાનો કાર્યક્રમ છે. ત્યાં થોડો સમય રોકાયા બાદ તેઓ સીધા જ બડવી સ્થિત ગોવિંદ ગુરુ ટ્રાઇબલ યુનિવર્સિટી પહોંચશે.

  • 09 Dec 2023 06:41 AM (IST)

    વડાપ્રધાન ઈન્ફિનિટી ફોરમ 2.0ને સંબોધશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફિનટેક સંબંધિત વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ, ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને સંબોધિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન જનતાને પણ સંબોધિત કરશે.

Published On - Dec 09,2023 6:40 AM

Follow Us:
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ
g clip-path="url(#clip0_868_265)">