ઉત્તરકાશીમાં ચાલી રહેલ બચાવ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે અને 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સત્ર ખૂબ ઘોંઘાટીયા હોઈ શકે છે. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આ છેલ્લો દિવસ છે. તે જ સમયે, મંત્રી પરિષદની બેઠક સાંજે 6 વાગ્યે યોજાઈ હતી. આ પછી કેબિનેટની બેઠક 8 વાગ્યાથી થઈ. આ બંને બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી. આજે 29 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
જૂનાગઢમાં દીપડાની દહેશત ઓછી નથી થઇ રહી. છેલ્લા પાંચ દિવસમાં એક બાદ એક હુમલાઓ થયા અને નાના બાળકો દીપડાનો શિકાર થયા છે. લીલી પરીક્રમામાં 11 વર્ષની બાળકીનું મોત થયું. જ્યારે મંગળવારે 2 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. એક બાદ એક થઇ રહેલા હુમલાઓના કારણે સ્થાનિકોના નિશાને વન વિભાગ આવી ગયું છે. સ્થાનિકો વન વિભાગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
ગોંડલના ઐતિહાસિક બ્રિજ મુદ્દે હાઈકોર્ટ તંત્રને વેધક સવાલ પૂછ્યા છે. 100 વર્ષ અને 125 વર્ષ જૂના ઐતિહાસિક બ્રિજ મુદ્દે હાઈકોર્ટે તંત્ર ફટકાર લગાવી. હાઈકોર્ટે સરકારને કહ્યું કે શા માટે ઐતિહાસિક બ્રિજ કેમ તોડવામાં આવે છે? હાઈકોર્ટે તંત્રને સવાલ કરતા કહ્યું કે શું અત્યાર સુધી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું? જો કે સરકારે કોર્ટમાં નવો બ્રિજ બનાવવાની પણ તૈયારી દર્શાવી. જ્યારે હાઈકોર્ટ ઐતિહાસિક બ્રિજના સમારકામને લઈને ચિંતા વ્યક્ત કરી. મોરબીની ઘટનાનું ઉદાહરણ આપીને હાઈકોર્ટે ટાંક્યું કે મોરબી જેવુ બ્રિજનું સમારકામ નથી જોઈતુ. સરકારને સમારકામ માટે નિષ્ણાત ઈજનેરની સલાહ લેવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે ઉપરાંત સમારકામ સહિતની બાબતો માટે હાઇકોર્ટે સમયાંતરે રિપોર્ટ રજૂ કરવા આપ્યા નિર્દેશ
રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 જીતી શકી નથી. જો કે, તેમ છતાં, BCCIએ તેમને ફરીથી મુખ્ય કોચ બનાવ્યા છે. તેના સિવાય બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના અન્ય સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પણ વધાર્યો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રેટ માઈનર્સ માટે મોટી જાહેરાત કરી છે. સીએમ ધામીએ કહ્યું છે કે સુરંગ ખોદનારા રેટ માઈનર્સને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી. તો માત્ર એકાદ જિલ્લામાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે.તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો ક્યાંક છૂટા છવાયા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે.
તો આજે બનાસકાંઠા,ભરુચ,ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,મહેસાણા,નવસારી,રાજકોટ,વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી,બોટાદ,પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ,જામનગર,જુનાગઢ,કચ્છ, મોરબી, નર્મદા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
કૂચ બિહાર, પશ્ચિમ બંગાળ: ઉત્તરકાશી ટનલમાંથી બચાવી લેવામાં આવેલા શ્રમિકોમાંના એક માણિક તાલુકદારના પરિવારના સભ્યોએ ઉજવણી કરી અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત કરી.
#WATCH | Cooch Behar, West Bengal: Family members of Manik Talukdar, one of the workers who was rescued from the Uttarkashi tunnel, celebrated and had a conversation with him through video conferencing. (28.11) pic.twitter.com/pbCsCkE41P
— ANI (@ANI) November 29, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા 41 કામદારો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ બધાની ખબર-અંતર પૂછ્યું હતા.
Published On - 6:39 am, Wed, 29 November 23