Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ

|

Mar 11, 2022 | 5:13 PM

આદિવાસીઓની આ લડતમાં ડાંગના રાજા પણ જોડાયા હતા.તેમનું પણ કહેવું છે કે સરકાર આ પ્રોજેક્ટ અટકાવે તેના માટે તેઓ રજૂઆત કરશે.દેશમાં નદીઓનાં જોડાણની વાત સૌ પ્રથમ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે કરી હતી. માજી વડાપ્રધાન સ્વ અટલબિહારી વાજપેયીએ આ જોડાણનું સ્વપ્નું જોયુ હતુ. જે કદાચ હવે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસનમાં સાકાર થવા જઈ રહ્યું છે. પરંતુ અહીંના આદિવાસીઓનું કહેવું છે કે આ ત્રણ મહાકાય ડેમ બનશે તો 35થી વધુ ગામડાઓનાં 1700 થી વધુ પરિવારોની જમીન અને ઘરો ડૂબાણમાં જશે.

Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ
Dang Tribal Protest Against api Par Narmada link project (File Image)

Follow us on

કેન્દ્ર સરકારના મહત્વના તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટનો((Tapi Par Narmada link) આદિવાસી સમાજ દ્વારા વિરોધ(Protest) કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 10 હજાર કરોડથી વધુના માતબર ખર્ચે ડેમ બનાવવાની સરકારે જાહેરાત કરી છે જેની સામે આદિવાસી વિસ્તારમાં વિરોધ ઉઠ્યો છે..પોતાના અવાજને વાચા આપવા ડાંગ(Dang) જિલ્લાના વઘઇમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢીને પોતાનો વિરોધ નોંધાવ્યો.મોટી સંખ્યામાં આ આદિવાસીઓ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં વઘઇ બજાર સર્કલ પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરી રોષ ઠાલવ્યો.તેમનું કહેવું છે કે આદિવાસી સમાજને જ વિસ્થાપિત થવાનો વારો કેમ આવે છે.આદિવાસી સમાજના અગ્રણીઓનું કહેવું છે 10 હજાર કરોડથી વધુના માતબર ખર્ચે ત્રણ મહાકાય ડેમ બનાવાઈ રહ્યા છે એ આદિવાસીઓને ઘરવિહોણા કરશે.ડાંગનાં જંગલ વિસ્તાર પટ્ટામાં ડાંગનાં 35થી વધુ ગામડાનાં 1700થી વધુ પરિવારોની જમીન અને ઘરો ડૂબાણમાં જશે.તાપી પાર નર્મદા લીંક રિવર પ્રોજેક્ટ બનશે તો આદિવાસીઓ વિસ્થાપિત બનશે. જેની 50 હજારથી વધુ આદિવાસી લોકોને અસર થશે.

આદિવાસીઓની આ લડતમાં ડાંગના રાજા પણ જોડાયા

તેથી  આ પ્રોજેક્ટ મુલતવી રાખવો જોઈએ અને જો અને જો તેમ નહીં થાય તો ઉગ્ર આંદોલન પર કરતાં તેઓ નહીં અચકાય..બીજી તરફ આદિવાસીઓની આ લડતમાં ડાંગના રાજા પણ જોડાયા હતા.તેમનું પણ કહેવું છે કે સરકાર આ પ્રોજેક્ટ અટકાવે તેના માટે તેઓ રજૂઆત કરશે.દેશમાં નદીઓનાં જોડાણની વાત સૌ પ્રથમ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે કરી હતી. માજી વડાપ્રધાન સ્વ અટલ વાજપેયીએ આ જોડાણનું સ્વપ્નું જોયુ હતુ. જે કદાચ હવે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસનમાં સાકાર થવા જઈ રહ્યું છે. પરંતુ અહીંના આદિવાસીઓનું કહેવું છે કે આ ત્રણ મહાકાય ડેમ બનશે તો 35થી વધુ ગામડાઓનાં 1700 થી વધુ પરિવારોની જમીન અને ઘરો ડૂબાણમાં જશે.

ચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે

જેમાં થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 72 ગામો પૈકી ડુબાણમાં આવતા જામલાપાડા-રંભાસ ખાતે આદિવાસી સંઘર્ષ સાથે એક બિનરાજકીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આદિવાસી સંગઠનની સાથે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. અને તાપી પાર રિવર લિંક અંતગર્ત ડુબાણમાં જતા પચાસ હજારથી વધુ આદિવાસી લોકોને અસર થવાની છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો : PM MODI રાજભવનથી GMDC ખાતે પહોંચ્યા, “મારું ગામ, મારું ગુજરાત” થીમ પર ગુજરાત પંચાયત સરપંચ સંમેલન

આ પણ વાંચો : કોંગ્રેસનું મિશન 2022-રાજકોટમાં ડિજીટલ સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરાવતા પરેશ ધાનાણી

 

Published On - 5:10 pm, Fri, 11 March 22

Next Article