Breaking News: Rajkot: ચાંદીના 25 વેપારીઓ સાથે 1 શખ્સે આચરી છેતરપિંડી, 300 કિલો ચાંદી લઈ થયો ફરાર

Rajkot: ખાત્રીવાડના વેપારી કેતન ઢોલરીયા નામના વેપારીએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વેપારીઓને સાથે રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને શખ્સને ઝડપી લેવા માટે માંગ કરી છે.

Breaking News: Rajkot: ચાંદીના 25 વેપારીઓ સાથે 1 શખ્સે આચરી છેતરપિંડી, 300 કિલો ચાંદી લઈ થયો ફરાર
| Updated on: Jun 05, 2023 | 7:04 PM

Rajkot: રાજકોટમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. એક શખ્સે 25 જેટલા વેપારીઓ સાથે છેતરપિંડી આચરી છે. આ શખ્સ 25 વેપારીઓ પાસેથી 300 કિલો ચાંદી (Silver) લઈને ફરાર થઈ ગયો છે. ખાત્રીવાડના વેપારી કેતન ઢોલરીયા નામના વેપારીએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વેપારીઓને સાથે રાખીને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને શખ્સને ઝડપી લેવા માટે માંગ કરી છે.

આ પણ વાંચો: Rajkot: ન્યુરોપેથી થતાં હાથ-પગ ચાલતા બંધ થયા, યુવાને હિંમત હાર્યા વગર નાક વડે મોબાઈલમાં શબ્દો ટાઈપ કરવાનો બનાવ્યો રેકોર્ડ 

ચાંદીના બદલે ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા

શખ્સે હોંશિયારી વાપરીને આ વેપારીઓને ચાંદીનો જથ્થો લીધો અને તેની સામે ગેરંટી તરીકે ચેક લખી આપ્યા હતા. જો કે આ વેપારીઓએ ચેક બેન્કમાં ભરતા ખબર પડી કે ચેક બાઉન્સ થયા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:37 pm, Mon, 5 June 23