Breaking News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી કરી નામંજૂર
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરી છે.
આરોપી તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. ગત સુનાવણીમાં તથ્યના વકીલે સલમાન ખાનના કેસ પણ ટાંક્યા હતા. મૃતક પરિવારજનના વકીલે જામીન અરજીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી 22 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ હતી. ત્યારે આજે 24 ઓગસ્ટે તથ્ય પટેલના જામીન અંગે કોર્ટ ચુકાદો આપ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રાજ્ય સરકારે તથ્ય પટેલની જામીન અરજીનો ખુલીને વિરોધ કર્યો હતો. ઈસ્કોન ઓવરબ્રિજ પર વાહનની અવર-જવર જેટલો રસ્તો ખુલ્લો હોવા છતાં બેફામ ગાડી હંકારી હોવાની દલીલ વકીલે કરી હતી. જેના બે દિવસ બાદ આજે ગુરુવારે આ અંગે કોર્ટે મહત્વનો નિર્ણય કરી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી છે.
આ પણ વાંચો : Ahmedabad: ચંદ્રયાન 3ના સોફટ લેન્ડિંગને લઈને અમદાવાદમાં યોજાશે વિવિધ કાર્યક્રમ, જાણો વિગતો
તો બીજી તરફ તથ્યના પિતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નહીં મળતા હવે હાઈકોર્ટના દ્વારે પ્રજ્ઞેશ પટેલ પહોંચ્યો છે. નિયમિત જામીન મેળવવા હાઈકોટમાં અરજી કરી છે. આ અરજી અંગે આગામી દિવસોમાં સુનાવણી થશે. આ પહેલા જિલ્લા ગ્રામ્ય કોર્ટે પ્રજ્ઞેશની જામીન અરજી ફગાવી હતી.