ગુજરાતમાં(Gujarat)તહેવારોની(Festival)સીઝનમાં જ ST બસના પૈડા થંભી જશે.જી હા, 21 ઓક્ટોબરથી એસટી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ હડતાળ(Strike)પર ઉતરશે.ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. તેવો પડતર માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ પર ઉતરશે.જેથી 8 હજાર બસો 21ઓક્ટોબરથી થંભી જશે અને હડતાળના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે પોતાની પડતર માંગણીઓને લઈને આજે વડોદરામ એસ. ટી. કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ફિક્સ પગાર અને મોંઘવારી ભથ્થા સહિત વિવિધ 20 જેટલા પ્રશ્નોનો ઉકેલ ન આવતા એસટીના કર્મચારીઓ આંદોલનના મૂડમાં છે. જો તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો તેઓ આવતીકાલે રાત્રે 12 વાગ્યાથી આખા ગુજરાતમાં એસટી બસો થંભાવી દેશે. જો એસટી કર્મચારીઓ હડતાળ(Strike)કરશે તો અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
જેમાં સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-૪ ના કર્મચારીને વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ એકસ ગ્રેશિયા બોનસ તાત્કાલિક ચૂકવી આપવું, સેટલમેન્ટ કરાર મુજબ સાતમા પગારપંચની અમલવારીથી ચૂકવવાપાત્ર થતો ઓવરટાઇમ પાછલી અસરથી તાત્કાલિક ચૂકવવા, હક્ક રજાનું રોકડમાં ચૂકવણું, નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતાઓ દૂર કરી પગારપંચમાં સંકલન સમિતિ દ્વારા માગેલ પે સ્કેલનો અમલ કરી ચૂકવણું કરવું, નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભ સત્વરે ચૂકવવા
આ ઉપરાંત તા.૫-૭-૨૦૧૧ પહેલા ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતો દ્વારા નોકરીની માગણી કરી છે તેમની માગણી મુજબ જરૂર પડે તો કક્ષા બદલી કરીને પણ નોકરી આપવાનો નિર્ણય તાત્કાલિક કરવો તેમજ ડ્રાઇવર, કંડકટર, મીકેનીક કક્ષાના કર્મચારીઓને ભરતી બઢતીમાં સી.સી.સી. પ્રમાણપત્રની જરૂરિયાતની જોગવાઇ તાત્કાલિક દૂર કરવી
જ્યારે ફિકસ પગાર કર્મચારીના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા.૪ લાખનો આર્થિક પેકેજનો લાભ આપવો સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : અમદાવાદનાં આંગણે રચાશે ઈતિહાસ, એક સાથે 72 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા
આ પણ વાંચો :તહેવારો ટાણે પણ પોરંબદરની બજોરોમાં મંદીનો માહોલ, ખાદી ઉદ્યોગને વળતર આપવાની માગ