પશ્ચિમ રેલવેએ લીધો મોટો નિર્ણય, 25 ટ્રેનોમાં લિનન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી
ભારતીય રેલ્વેએ(Railway) ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
Western Railway Linen Facility (File Image)
Follow us on
પશ્ચિમ રેલવે(Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે 25 જોડી ટ્રેનોમાં લિનન સુવિધા( Linen Facility) પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ ટ્રેનોમાં લિનન, ધાબળા અને પડદાને ફરી લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેના આ પ્રતિબંધને પાછો ખેંચવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા 25 જોડી ટ્રેનોમાં લિનન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી મુજબ ટ્રેનોમાં લિનન સુવિધા શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લિનન સુવિધા સુનિશ્ચિત કરવા માટે (બેડશીટ્સ, બ્લેન્કેટ વગેરે)નો પુરવઠો તબક્કાવાર મોકલવામાં આવી રહ્યો છે. આ માટે મોટી માત્રામાં નવા લિનન ખરીદી કરવામાં આવી રહી છે. રેલવે આ સેવાને 100 ટકા ઉપલબ્ધ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.