Gujarat Assembly Election 2022 : ભાજપે અમદાવાદથી કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત

|

Mar 13, 2022 | 11:45 PM

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે.

Gujarat Assembly Election 2022 : ભાજપે અમદાવાદથી  કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત
Gujarat Bjp President CR Paatil Start Election Campaign Through Wall Painting

Follow us on

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વોલ પેઈન્ટિંગની શરૂઆત કરાવી છે. વોલ પેઈન્ટિંગમાં 5 વર્ષના કામોને લખવામાં આવશે. આ અંગે સી.આર.પાટીલે કહ્યું કે, ફક્ત વાયદાઓ નહીં કરેલા કામોને વોલ પર મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધુ વધ્યો છે. હવે તમામ કાર્યકર્તાઓની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે.

વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી

ઉલ્લેખનીય છે કે, દેશના ચાર રાજ્યોમાં ભવ્ય જીત અને ગુજરાતમાં મેગા રોડ શો બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી.ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ જ નિર્ણય લેશે. આ પૂર્વે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ડિસેમ્બરના બદલે મે કે જૂન મહિનામાં જ ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી હતી.

ગુજરાતમાં વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચા

આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજયના વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવવાની અટકળોને રાજકીય વર્તુળમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેકશન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ કટિબધ્ધ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પણ વાંચો : ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઉંચો લઈ જઈ શકે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : ગુજરાત યૂથ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કર્યો

 

Published On - 11:43 pm, Sun, 13 March 22

Next Article