Happy Birthday Babita : હાલમાં ભલે વિવાદોમાં છવાયેલી હોય પણ સુંદરતામાં Munmun Datta સૌ કોઇને આપે છે માત
Munmun Dutta Birthday : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સૌથી લોકપ્રિય બબિતાજીનો આજે જન્મ દિવસ છે. ચાલો આજે જાણીએ તેમના વિશેના કેટલાક Unknown Facts

આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta ka Ooltah Chashmah) બબીતા જીની (Babitaji) ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાનો (Munmun Datta) જન્મદિવસ છે. મુનમુનનો જન્મ 28 સપ્ટેમ્બર 1987 ના રોજ થયો હતો. મુનમુન પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાડતી રહે છે.

અભિનેત્રી મુનમુન દત્તા હંમેશા પોતાની સુંદર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. એ જ રીતે, વાસ્તવિક જીવનમાં, બબીતા જી ખૂબ જ આકર્ષક અને વૈભવી જીવનશૈલીને અનુસરે છે.

તાજેતરમાં, મુનમુન સમાચારોમાં આવી જ્યારે તેએ એક વીડિયોમાં જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારબાદ અભિનેત્રી સામે કેસ પણ નોંધવામાં આવ્યો.

33 વર્ષીય મુનમુન દત્તાનું નામ હાલમાં શોના એક કલાકાર સાથે જોડવામાં આવી રહ્યુ છે જેને કારણે તે ટ્રોલર્સના નિશાના પર છે. જોકે તેના અફેરની પુષ્ટી અમે નથી કરતા.

મુનમુનનું પાત્ર અન્ય પાત્રો કરતાં વધુ સ્ટાઇલિશ છે. તેને મુસાફરી અને ફેશનનો ખૂબ શોખ છે.

આ શો પહેલા મુનમુને શાહરુખ ખાન સાથે એક જાહેરાતમાં કામ પણ કર્યુ છે. શાહરૂખ ખાને આ જાહેરાતમાં દર્દીની ભૂમિકા ભજવી હતી અને મુનમુન તે જાહેરાતમાં નર્સની ભૂમિકામાં જોવા મળી હતી.