Bollywood News: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અલીબાગમાં બનાવ્યું નવું ઘર

રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પદુકોણ (Deepika Padukone) ટૂંક સમયમાં ફિલ્મ '83' માં સાથે જોવા મળશે. દરેક વ્યક્તિ તેમની ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

Bollywood News: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અલીબાગમાં બનાવ્યું નવું ઘર
Ranveer Singh, Deepika Padukone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:51 AM

બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પદુકોણ (Deepika Padukone) દર વખતે તેમના ચાહકોના દિલ જીતી લે છે. તે તેની પ્રોફેશનલ લાઈફમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. અત્યારે બંને પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી છે. આ દરમિયાન રણવીર અને દીપિકા ફરી એક વખત હેડલાઇન્સનો ભાગ બની ગયા છે. રણવીર અને દીપિકાએ અલીબાગમાં એક વૈભવી બંગલો ખરીદ્યો છે. દીપિકા-રણવીર સપ્તાહના અંતે અલીબાગમાં જોવા મળ્યા હતા.

દીપિકા અને રણવીરે નવું હોલિડે હોમ ખરીદ્યું છે. એક અહેવાલ મુજબ, રણવીર-દીપિકા સ્થાનિક રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા જ્યાં તેઓએ તેમના બંગલાની પેન્ડિંગ પેપરવર્ક પૂર્ણ કરી દિધા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રણવીર-દીપિકાએ જે પ્રોપર્ટી ખરીદી છે તેમાં બે બંગલા અને નાળિયેરનો બગીચો છે.

સોમવારે કરવામાં આવ્યું પેપરવર્ક

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

જ્યારે રણવીર-દીપિકાની નવી પ્રોપર્ટીનું પેપરવર્ક પૂર્ણ થશે. તેમને જલ્દી જ ઘરનો કબજો પણ મળી જશે. સોમવારે, રણવીર-દીપિકા અલીબાગ ગયા હતા જ્યાં તેઓએ રજિસ્ટ્રાર કચેરીમાં તેમના કાગળનું કામ કરાવ્યું. ઓફિસની બહારથી બંનેની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં, જ્યાં દીપિકા સફેદ રંગના ફોર્મલ ટોપમાં જોવા મળી હતી, ત્યાં રણવીરે લેવંડર કલરની હૂડી, સફેદ ચશ્મા પહેર્યા હતા. દીપિકાએ અલીબાગ જતા રણવીરની તસ્વીર શેર કરી હતી. ફોટામાં રણવીર સૂતો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે દીપિકાએ લખ્યું – માય મોર્નિંગ વ્યૂ.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, દીપિકા પદુકોણે ગયા મહિને એક મોંઘો સર્વિસ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ મિલકત હાલમાં બાંધકામ હેઠળ છે. દીપિકાએ તેના વતન બેંગ્લોરમાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.

વર્કફ્રન્ટ પર, દીપિકા અને રણવીર ટૂંક સમયમાં ફિલ્મ 83 માં જોવા મળશે. આ કપિલ દેવની બાયોપિક છે જેમાં રણવીર કપિલ દેવના રોલમાં જોવા મળશે જ્યારે દીપિકા તેમની પત્નીના રોલમાં જોવા મળશે. આ સિવાય દીપિકા શકુન બત્રાની ફિલ્મમાં અને શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળશે. બીજી બાજુ, રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે.

આ પણ વાંચો :- આયુષ્માન ખુરાનાનો આજે જન્મદિવસ, મહિને કમાય છે 50 લાખ, 43 કરોડની સંપતિનો છે માલીક

આ પણ વાંચો :- તૈમુરના નાના ભાઈ જહાંગીર વિશે પિતા Saif Ali Khan એ કહ્યું – તે લોકડાઉનની મારી ઉપલબ્ધિ છે

g clip-path="url(#clip0_868_265)">