Abu Dhabi: બોલિવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફેન ફોલોઈંગ જોરદાર છે. તેની સ્ટાઈલ અને સ્ટારડમ બંને અન્ય સ્ટાર્સ કરતા બિલકુલ અલગ છે. તેને જોવા માટે ફેન્સ ક્રેઝી જોવા મળે છે. ફરી એકવાર સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેના માટે ખાસ ફેન્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફેન હોલીવુડથી સલમાનને મળવા આવી હતી.
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે IIFA 2023નો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. સલમાને મહિલાને ચોંકાવનારો જવાબ આપ્યો. સલમાન અને મહિલા વચ્ચેની વાતચીત વાયરલ થઈ રહી છે. સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરનાર આ મહિલાનું નામ એલીના ખલીફ છે અને તે હોલીવુડમાં હોસ્ટ તરીકે કામ કરે છે. તે આઈફા એવોર્ડ કવર કરવા પહોંચી હતી.
સલમાન મહિલાને કહે છે, ‘હું હોલિવુડથી માત્ર તમને મળવા આવી છું, માત્ર તને આ સવાલ પૂછવા આવી છું. મેં તમને પહેલી વાર જોયા ત્યારે તમારા પ્રેમમાં પડી ગઈ. સલમાને ફની અંદાજમાં જવાબ આપતા કહ્યું, ‘શું તમે શાહરૂખ ખાનની વાત કરી રહ્યા છો?’ તે જવાબમાં કહે છે, ‘ના, હું સલમાન ખાનની વાત કરી રહી છું. સલમાન ખાન શું તમે મારી સાથે લગ્ન કરશો? આ સવાલના જવાબમાં સલમાન ખાન હસીને કહે છે, ‘મારા લગ્ન કરવાના દિવસો પૂરા થઈ ગયા છે.’ તે આગળ પૂછે છે કે તમે આવું કેમ બોલો છો. જવાબમાં સલમાન કહે છે, ‘તમારે મને વીસ વર્ષ પહેલાં મળવું જોઈતું હતું.’
આ પણ વાંચો : IIFA 2023 : સલમાન ખાને વિકી કૌશલને કર્યો ઈગ્નોર ? બોડીગાર્ડે એક્ટરને માર્યો ધક્કો, જુઓ Viral Video
તમને જણાવી દઈએ કે બોલીવુડ સ્ટાર્સ આઈફામાં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. આ વર્ષે IIFAનું આયોજન યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. સલમાન ખાનની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળ્યો હતો. સલમાન ખાન સાથે પૂજા હેગડે લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, પલક તિવારી, જસ્સી ગિલ અને વેંકટેશ પણ હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ના કરી શકી. હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘ટાઈગર 3’ની તૈયારીમાં બિઝી છે, જેમાં શાહરૂખ ખાન પણ કેમિયો રોલમાં જોવા મળશે.
Published On - 5:35 pm, Sat, 27 May 23