ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મથામણમાં લાગી પડ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થઇ જતા આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે. આદર્શ આચાર સંહિતાનો ભંગ કરનારા સામે દંડાત્મક પગલાં લેવાઈ શકે છે. જો કે આ વચ્ચે વિધાનસભા ચૂંટણી આચારસંહિતાના અમલ વચ્ચે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દમણ અને ગુજરાત ચેકપોસ્ટ પરથી લાખોની રોકડ ઝડપાઇ છે. જુંબુરી ચેકપોસ્ટ પરથી 16 લાખની રોકડ ઝડપાઈ છે.
રાજ્યમાં ચૂંટણીને લઇ નાણાકીય હેરફેર પર બાજ નજર રખાઈ રહી છે. ત્યારે ચૂંટણીમાં નાણાકીય હેરફેર રોકવા માટે તહેનાત કરાયેલી ટીમે હેરફેર થતી રકમને ઝડપી પાડી છે. દમણના શ્રી ફૂડ કોર્નર સુપર સ્ટોરના સંચાલક પાસેથી રૂ.16 લાખ ઝડપાયા છે. આવકવેરા વિભાગ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે.
આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી અમલમાં રહે છે