Railway Stocks : શેરબજારના પાટા ઉપર રેલવેના સ્ટોક પુરપાટ ઝડપે દોડ્યા, RVNL અને IRCON એ સર્વોચ્ચ સપાટી બતાવી

આજે રેલ વિકાસ નિગમ લિમિટેડ - RVNL નો શેર 10 ટકાની અપર સર્કિટ સાથે 118.30 ની 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો તો બીજી તરફ Indian Railway Construction International Limited - Ircon International નો શેર 16% ના ઉછાળા સાથે 87.95 રૂપિયાના 52 સપ્તાહના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

Railway Stocks : શેરબજારના પાટા ઉપર રેલવેના સ્ટોક પુરપાટ ઝડપે દોડ્યા, RVNL અને IRCON એ સર્વોચ્ચ સપાટી બતાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 6:51 PM

મે મહિનાનું પ્રથમ કારોબારી સત્ર ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યું છે. રોકાણકારોની ખરીદીના કારણે બજાર તેજીમાં બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 242 પોઈન્ટના ઉછાળા સાથે 62,353 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 18,147 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.  શેરબજારના પાટા ઉપર રેલવેના સ્ટોક્સની ગાડી પુરપાટ ઝગપે દોડી હતી. આજે રેલ વિકાસ નિગમ લિમિટેડ – RVNL નો શેર 10 ટકાની અપર સર્કિટ સાથે 118.30 ની 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો હતો તો બીજી તરફ Indian Railway Construction International Limited – Ircon International નો શેર 16% ના ઉછાળા સાથે 87.95 રૂપિયાના 52 સપ્તાહના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

RVNL માં અપર સર્કિટ  લાગી

રેલવેની કંપની RVNLએ જાહેરાત કરી કે RVNL-SCC સંયુક્ત સાહસે સૌથી નીચી બિડ સાથે  રૂપિયા 2,249 કરોડનો પ્રોજેક્ટ હાંસલ કર્યો છે. આ સમાચાર બાદ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં શેર 10% ઉછળ્યો અને 52-સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીના એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપનીએ રાજસ્થાનના બાંસવાડામાં માહી બજાજ સાગર પ્રોજેક્ટ માટે સૌથી નીચી બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું છે અને તે આ સિંચાઈ પ્રોજેક્ટ માટે મુખ્ય નહેર, માળખાં અને સંબંધિત વિતરણ વ્યવસ્થાનું આયોજન, ડિઝાઇન અને નિર્માણ કરશે.બીજી બાજુ કંપનીએ ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડ (CMRL) ફેઝ-II પ્રોજેક્ટના કુલ રૂપિયા 3,146 કરોડના ત્રણ અંડરગ્રાઉન્ડ પેકેજો માટેનો કોન્ટ્રાક્ટ પણ જીત્યો હતો.

પાછલા મહિના દરમિયાન સ્ટોકમાં 56 ટકાથી વધુનો વધારો થયો છે. વધુમાં તેણે છેલ્લા છ મહિનામાં લગભગ 194 ટકા વળતર આપ્યું છે.  કંપનીએ તેના શેરધારકોને છેલ્લા વર્ષમાં 250 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ દરમિયાન, તે 2023 YTDમાં 71% વધ્યો છે, જેમાં વર્ષના ચાર મહિનામાં ત્રણમાં વધારો થયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

RVNL  કંપનીના શેર 10% અથવા ₹10.76 વધીને ₹118.40 પર બંધ થયો હતો

IRCON 16% ઉછળ્યો

IRCON ઇન્ટરનેશનલ લિમિટેડના શેર સતત 10મા સત્રમાં તેમની આગેકૂચ ચાલુ રાખતા મંગળવારે પણ વધારો થયો હતો. શેર આજે રૂ. 74.30ના છેલ્લા સત્રના બંધ કરતાં 18.37 ટકા ઊછળી રૂ. 87.95ની સર્વોચ્ચ  સપાટીએ પહોંચ્યો હતો. અંતે તે 16.03 ટકા વધીને રૂ. 86.21 પર સેટલ થયો હતો.

વિશ્લેષકોએ મોટાભાગે વર્તમાન સ્તરે નફો બુક કરવાનું સૂચન કર્યું હતું કારણ કે કાઉન્ટર બુલિશ દેખાતો હતો પણ ઓવરસોલ્ડ પણ હતો.  એક વિશ્લેષકે સંકેત આપ્યો કે તે વધુ રૂ. 100ના માર્ક તરફ આગળ વધી શકે છે.

“IRCON સ્ટોક હજુ પણ રૂ. 7,000 કરોડથી વધુના માર્કેટ કેપના કદમાંથી આશરે રૂ. 4,000 કરોડની રોકડ સાથે આકર્ષક દેખાઈ રહ્યો છે. નજીકના ગાળામાં સ્ટોક રૂ. 100ના આંકને સ્પર્શી શકે છે.

રેલ્વે શેર માટે એપ્રિલ એક શાનદાર મહિનો રહ્યો છે કારણ કે તમામ કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ તરફ સારી રેલી આપી છે અને IRCON એ પણ વિશાળ વોલ્યુમ સાથે માર્ચના બંધથી લગભગ 60 ટકાની તેજી દેખાડી છે

રેલવેની કંપનીઓના શેરની છેલ્લી સ્થિતિ (May 2, 2023  03:34:00 PM )

SCRIP BSE PRICE(Rs)
BEML 1,233.35 1.36%
CONTAINER CORPORATION 618.65 1.07%
IRCON INTERNATIONAL 86.17 15.98%
IRCTC 626.00 1.38%
IRFC 33.69 5.94%
RAIL VIKAS NIGAM 118.40 10.00%
RAILTEL CORP OF INDIA 117.95 2.88%
RITES 411.70 6.87%
TEXMACO RAIL 57.80 2.10%
TITAGARH WAGONS 332.10 -0.11%

g clip-path="url(#clip0_868_265)">