દેશના સૌથી ધનિક વ્યક્તિ Mukesh Ambani આગામી 15 દિવસ સુધી શેરબજારની ચાલ નક્કી કરશે!!! રિલાયન્સની આ જાહેરાતો ઉપર રોકાણકારોની નજર રહેશે

ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર(RIL Share Price Today) નજીવો વધીને બંધ થયો હતો. તે દિવસે રિલાયન્સ(Reliance)નો શેર 0.4 ટકાના વધારા સાથે રૂ. 2,355.60 પર બંધ થયો હતો. આંબેડકર જયંતિના કારણે શુક્રવારે બજારમાં કામકાજ બંધ રહ્યું હતું.

દેશના સૌથી ધનિક વ્યક્તિ Mukesh Ambani આગામી 15 દિવસ સુધી શેરબજારની ચાલ નક્કી કરશે!!! રિલાયન્સની આ જાહેરાતો ઉપર રોકાણકારોની નજર રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 2:50 PM

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી 15 દિવસમાં શેરબજારની દિશા નક્કી કરશે. આ કારણે કંપની 21 એપ્રિલે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો(Reliance Q4 Results) જાહેર કરવા જઈ રહી છે. આ દરમિયાન કંપની Jio Financial Services IPO અંગે કેટલાક સંકેતો પણ આપી શકે છે. BSEને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(RIL) કહ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક 21 એપ્રિલ 2023ના રોજ યોજાવાની છે. આ દિવસે કંપનીનું બોર્ડ નાણાકીય વર્ષ 2022-23 ના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે એકલ અને એકીકૃત ઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપવાનું વિચારી શકે છે. એટલું જ નહીં, કંપની તેના વાર્ષિક પરિણામો પણ જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : Upcoming IPO : મજબૂત રિટર્ન નિશ્ચિત, TATA ની વધુ એક કંપની IPO લાવશે, આ રીતે પૈસા કમાવવાની તક મળશે

રિલાયન્સના રોકાણકારો માલામાલ થશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરિણામ આ વખતે સારું રહેવાની આશા છે. આ કારણે કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે જે કંપનીના શેર રોકાણકારોને સારી આવક આપી શકે છે. આ ઉપરાંત કંપની દ્વારા ડિવિડન્ડ(RIL Dividend) પણ જાહેર કરી શકાય છે અને આ રીતે કંપનીના રોકાણકારો પણ માલામાલ બની શકે છે. કંપની Jio Financial Services ના IPO સંબંધિત કેટલાક સંકેતો પણ આપી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રિલાયન્સનો શેર વધારા સાથે બંધ રહ્યો હતો

ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર નજીવો વધીને બંધ થયો હતો. તે દિવસે રિલાયન્સનો શેર 0.4 ટકાના વધારા સાથે રૂ. 2,355.60 પર બંધ થયો હતો. આંબેડકર જયંતિના કારણે શુક્રવારે બજારમાં કામકાજ બંધ રહ્યું હતું.

આ પણ વાંચો : મંદીના ભણકારા વચ્ચે કર્મચારીઓ તો ઠીક ઉચ્ચ અધિકારીના પગાર ઉપર પણ કાતર ફરી ગઈ, આ કંપનીએ CEO નો 32% પગાર કાપી નાંખ્યો

ત્રીજા ક્વાર્ટરમાં નફો ઘટ્યો હતો

જોકે, ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 15 ટકા ઘટ્યો હતો. ત્યારબાદ કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 15,792 કરોડ હતો. જ્યારે કંપનીની આવક 15.3 ટકા વધીને રૂ. 2.20 લાખ કરોડ થઈ છે.

ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 15% ઘટ્યો હતો. કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં તેને ₹15,792 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો થયો હતો. અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં 18,549 કરોડ હતો.  જોકે, કંપનીનો ચોખ્ખો નફો ક્વાર્ટર દર ક્વાર્ટરમાં વધ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">