જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે એટલે કે બિઝનેસ વીકના છેલ્લા દિવસ શુક્રવારે શેરબજારમાંથી કમાણી કરી શકાશો નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે શેરબજાર અને કરન્સી બજાર બંધ રહેશે.
આજે BSE-NSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. ગુરુ નાનક જયંતિના આ દિવસે ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ પણ દિવસ માટે બંધ રહેશે. જેથી રોકાણકારો કોઇપણ જાતની ટ્રેડિંગ કરી શકશે નહીં
બીજી તરફ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે તે સાંજે 5 વાગ્યા પછી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સિવાય ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ હોવાને કારણે હવે બજારો સીધા સોમવારે એટલે કે 3 દિવસ પછી ખુલશે. ચાલો જાણીએ કે શેરબજારમાં કઇ રજાઓ રહેશે.
BSE હોલિડે કેલેન્ડર મુજબ, 2024માં ટ્રેડિંગ 16 દિવસ માટે બંધ રહેશે. શેરબજારો આ વર્ષે અત્યાર સુધી 13 દિવસ માટે બંધ રહ્યા છે, છેલ્લી વખત તેઓ શુક્રવાર, 1 નવેમ્બરના રોજ લક્ષ્મી પૂજા માટે બંધ રહ્યા હતા. આ પછી, 25 ડિસેમ્બર, બુધવારે નાતાલના અવસર પર બજારો બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે 20 નવેમ્બરે શેરબજાર બંધ રહેશે.
દિવાળીના અવસરે 1 નવેમ્બરે શેરબજાર પણ બંધ હતું, જોકે સાંજે 6:00 થી 7:10 વાગ્યા સુધી ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું. હવે 15 અને 20 નવેમ્બરે બજાર બંધ રહેશે. આ પછી, ડિસેમ્બરમાં ક્રિસમસ (25મી ડિસેમ્બર) પર એક દિવસની રજા રહેશે.