Share Market Crash : દેશના સૌથી મોટા કૌભાંડની અસર બજાર ઉપર પડી, Nifty Bank ઇન્ડેક્સ 1000 અંક તૂટ્યો
દેશના સૌથી મોટા કૌભાંડની અસર બેન્કિંગ શેર્સ ઉપર સૌથી વધૂ દેખાઈ છે. ઇન્ડેક્સ 1000 અંક કરતા વધુ તૂટ્યો છે. બેન્ક નિફ્ટી(Bank Nifty) 1128 અંક તૂટીને 37389 ઉપર દેખાઈ રહ્યો છે. ઇન્ડેકસમાં 3 ટકા નજીક ઘટાડો દેખાઈ રહ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ અને એબીજી શિપયાર્ડ દ્વારા બેંક સાથે 23 હજાર કરોડની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ આજે શેર બજાર ક્રેશ થયા છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ આજે 1500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 1,138.33 પોઈન્ટ (2 ટકા) ઘટીને 56850 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 340 પોઈન્ટ ઘટીને 17,034.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. મોટાભાગના ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસિસ 2.50 ટકાથી 3 ટકા સુધી ડાઉન છે. મેટલ ઇન્ડેક્સ 3.50 ટકા નીચે છે. સેન્સેક્સના ટોપ 30માં માત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં તેજી છે. બાકીના 29 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. SBI, ટાટા સ્ટીલ અને HDFCમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
બેન્ક નિફટી 1000 અંક તૂટ્યો
દેશના સૌથી મોટા કૌભાંડની અસર બેન્કિંગ શેર્સ ઉપર સૌથી વધૂ દેખાઈ છે. ઇન્ડેક્સ 1000 અંક કરતા વધુ તૂટ્યો છે. બેન્ક નિફ્ટી(Bank Nifty) 1128 અંક તૂટીને 37389 ઉપર દેખાઈ રહ્યો છે. ઇન્ડેકસમાં 3 ટકા નજીક ઘટાડો દેખાઈ રહ્યો છે.
Bank Stock |
% Loss |
AXISBANK | -2.28 |
HDFCBANK | -2.41 |
KOTAKBANK | -2.68 |
AUBANK | -2.91 |
RBLBANK | -3.03 |
BANDHANBNK | -3.15 |
ICICIBANK | -3.29 |
SBIN | -3.37 |
INDUSINDBK | -3.42 |
IDFCFIRSTB | -3.66 |
PNB | -3.9 |
FEDERALBNK | -4.81 |
જિયોજિત ફાઇનાન્શિયલના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે સંકટ વધી ગયું છે. પરિણામે ક્રૂડ ઓઇલ 95 ડોલરને પાર કરી ગયું છે જે 8 વર્ષની ઊંચી સપાટી છે. આ સ્થિતિમાં ટૂંકા ગાળામાં બજાર પર દબાણ જોવા મળી શકે છે. જો ક્રૂડ ઓઈલમાં નરમાઈ નહીં આવે તો રિઝર્વ બેંકે આગામી નાણાકીય વર્ષ માટે તેના મોંઘવારીના લક્ષ્યાંકમાં સુધારો કરવો પડી શકે છે.
Sectoral Indices |
Status |
Changes |
NIFTY BANK | 37,412.45 | -2.87 |
NIFTY AUTO | 11,256.10 | -2.57 |
NIFTY FIN SERVICE | 17,291.75 | -2.87 |
NIFTY FMCG | 35,859.35 | -2.22 |
NIFTY IT | 34,432.90 | 0.16 |
NIFTY MEDIA | 2,162.95 | -2.63 |
NIFTY METAL | 5,851.60 | -2.86 |
NIFTY PHARMA | 13,384.10 | -0.93 |
NIFTY PSU BANK | 2,866.75 | -3.27 |
NIFTY PVT BANK | 18,905.25 | -2.92 |
NIFTY REALTY | 449 | -2.78 |
માર્કેટ કેપ 258 લાખ કરોડ સુધી ઘટ્યું
લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 258.11 લાખ કરોડ થઇ ગયું છે જે શુક્રવારે રૂ. 263.47 લાખ કરોડ હતું. આજે સેન્સેક્સ 1,432 પોઈન્ટ ઘટીને 56,720 પર ખુલ્યો હતો. તે પ્રથમ કલાકમાં 57,140ની ઊંચી અને 56,720ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર TCS ઉપર છે અને અન્ય 29 ડાઉન છે. બેંકિંગ શેરો ગંભીર રીતે તૂટી ગયા છે. SBI 4%, HDFC 3% અને ICICI બેંકના શેર 3.50% ઘટ્યા છે.
આ શેર્સ 10 ટકા સુધી તૂટયાં | |
Company |
% Loss |
Axtel Industries | -19.99 |
Saras.Commercial | -15.65 |
Kovilpatti Lakshmi | -13.98 |
Mukesh Babu Fina | -13.72 |
Hind. Hardy Spic | -13.47 |
Cenlub Industrie | -12.97 |
Shree Ganesh Bio-Tec | -12.83 |
Kuantum Papers | -12.83 |
Sahara Housingfina C | -12 |
Mangalam Organics | -11.99 |
Centenial Surgic | -11.98 |
Denis Chem Lab L | -11.59 |
Nikhil Adhesives | -11.14 |
Metropolis Healthcar | -10.37 |
Bhagwati Auto. | -10.35 |
TCFC Finance Ltd | -10.18 |
Rubfila Internationa | -10.09 |
W H Brady & Co. | -10 |
ABC India Ltd. | -10 |
Kaira Can Co. | -10 |
આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં કડાકો બોલ્યો, Sensex 1500 અને Nifty 450 અંક પટકાયા
આ પણ વાંચો :High Return Stock : આ સ્ટોકે રોકાણકારોના રૂપિયા 1 લાખને બનાવ્યા 82 લાખ, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?