HULની આવકમાં 10 ટકાનો વધારો, Q4નો નફો 9 ટકા વધીને 2,327 કરોડ રૂપિયા થયો

|

Apr 27, 2022 | 11:42 PM

પરિણામોની સાથે કંપનીએ તેના શેરધારકોને (shareholders) શેર દીઠ 19 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ સાથે, કંપનીએ તેના રોકાણકારોને પ્રતિ શેર 34 રૂપિયાનું કુલ ડિવિડન્ડ (dividend) જાહેર કર્યું છે.

HULની આવકમાં 10 ટકાનો વધારો, Q4નો નફો 9 ટકા વધીને 2,327 કરોડ રૂપિયા થયો
HUL Q4 profit up 9 percent (Symbolic Image)

Follow us on

એફએમસીજી ક્ષેત્રની (FMCG Sector) દિગ્ગજ એચયુએલએ (HUL) તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો (Q4 Results) જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 2,327 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,143 કરોડ રૂપિયાના નફા કરતાં 8.58 ટકા વધુ છે. ઈટી અનુસાર નિષ્ણાતોના અંદાજ કરતાં આ આંકડો સારો છે, નિષ્ણાતો વચ્ચેના સર્વેમાં નફો 2,180 કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો. આ સાથે બોર્ડે તેના રોકાણકારોને શેર દીઠ 19 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તે જ સમયે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 5.34 ટકા વધીને 2,307 કરોડ રૂપિયા થયો છે.

ક્વાર્ટર દરમિયાન કમાણીમાં 10 ટકાનો વધારો

કંપનીએ કહ્યું છે કે ચોથા ક્વાર્ટર દરમિયાન FMCG ઉત્પાદનોના વેચાણથી કંપનીની આવક 10.4 ટકા વધીને 13,190 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 11,947 કરોડ હતી. HULએ જણાવ્યું હતું કે વોલ્યુમ ગ્રોથ ગયા વર્ષના સ્તરે યથાવત છે, જોકે તે બજારની વૃદ્ધિ કરતાં આગળ છે. તે જ સમયે, કંપની મૂલ્ય અને વોલ્યુમ બંનેના આધારે તેના બજાર હિસ્સામાં સતત વધારો કરી રહી છે.

કોમોડિટીના ભાવમાં તીવ્ર ઉછાળો હોવા છતાં ક્વાર્ટર દરમિયાન EBITDA માર્જિન 24.6 ટકા છે. કંપનીએ કહ્યું કે વધતી મોંઘવારી વચ્ચે કંપની સતત બચત પર ધ્યાન આપી રહી છે. કંપનીએ કહ્યું કે તેના હોમ કેર સેગમેન્ટની વૃદ્ધિ 24 ટકા રહી છે. સૌંદર્ય અને વ્યક્તિગત સંભાળમાં 4 ટકા, ખોરાક અને તાજગીમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર ફેબ્રિક વોશ, ઘરગથ્થુ સંભાળ, પીણાં, ખાદ્યપદાર્થો અને આઈસ્ક્રીમ સેગમેન્ટે ત્રિમાસિક ગાળા દરમિયાન વધુ સારું પ્રદર્શન કર્યું છે. તે જ સમયે ક્વાર્ટર દરમિયાન કંપનીનો કુલ ખર્ચ રૂ. 10,782 કરોડ હતો, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 9,667 કરોડના સ્તરે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

મોંઘવારીએ વધારી ચિંતા

HULના MD અને CEO સંજીવ મહેતાના મતે ટૂંકા ગાળામાં મોંઘવારી દર એક મોટી ચિંતાનો વિષય છે અને તે બજારની વૃદ્ધિને ધીમી કરી શકે છે. જ્યારે સ્થાનિક ખાદ્યાન્ન ઉત્પાદન અને ચોમાસાના સંકેતો સકારાત્મક છે, જો રશિયા-યુક્રેનની કટોકટી સમાપ્ત થવાની પરીસ્થિતી બને છે તો મધ્યમ ગાળામાં ભાવ ઘટવાની સંભાવનાઓ વધશે. HULના મતે નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળાથી ભાવમાં નરમાઈની અપેક્ષા રાખી શકાય છે.

આ પણ વાંચો :  VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?

Next Article