Gold Price Today : સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ભારતીય બુલિયન માર્કેટમાં 16 ડિસેમ્બર, 2021ના રોજ સોનાની કિંમતમાં વધારો થયો હતો ગઈકાલે સોનાની કિંમતમાં 200 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં સોનુ 50 હજારને પાર છે. આંતરરાષ્ટ્રીય બજારોના સંકેતો અને નબળા ડોલરના કારણે આજે પણ ભારતમાં સોનાના ભાવમાં વધારો થયો છે. મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં આજે સોનાના વાયદાના ભાવમાં 0.29 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આજે સવારે 9.40 વાગ્યે, સોનાની વાયદાની કિંમત 48,785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. તે જ સમયે, આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના વાયદાના ભાવ 0.11 ટકા ઘટીને રૂ. 62,083 પ્રતિ કિલો થયા છે.
MCX GOLD 48721.00 +75.00 (0.15%) – 01:20 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 50350
RAJKOT 999 50370
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 50120
MUMBAI 48360
DELHI 51760
KOLKATA 51110
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 49850
HYDRABAD 49850
PUNE 49780
JAYPUR 49200
PATNA 49780
NAGPUR 48360
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 44504
AMERICA 44152
AUSTRALIA 43144
CHINA 44206
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
Published On - 1:34 pm, Fri, 17 December 21