Gold Price Today : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આજે ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનું 0.17 ટકા વધ્યું છે જ્યારે ચાંદીના ભાવ 0.23 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ ઇલેક્ટ્રોનિક રીતે સોનાના વેપાર માટે ગોલ્ડ એક્સચેન્જ (Gold Exchange)નું ઓપરેશનલ માળખું જાહેર કર્યું છે. આ માર્કેટમાં સોનાનો વેપાર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)ના રૂપમાં થશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે જે લોકો સ્ટોક માર્કેટ EGRમાં ટ્રેડિંગ શરૂ કરવા ઈચ્છે છે તેઓ તેના માટે અરજી કરી શકે છે. શેરબજારો સોનામાં રૂપાંતરિત કરવા માટે અલગ-અલગ રકમ સાથેના કરાર સાથે ટ્રેડિંગ અથવા EGR શરૂ કરી શકે છે. નવા માળખા હેઠળ સમગ્ર સોદો ત્રણ તબક્કામાં કરવાનો રહેશે – EGRની તૈયાર કરવું, શેરબજારમાં EGRમાં ટ્રેડિંગ અને EGRનું ફિઝિકલ ગોલ્ડમાં રૂપાંતર.
ડિપોઝિટરીઝ એક વહેંચાયેલ પ્લેટફોર્મ વિકસાવશે. દરેક વ્યક્તિને આ પ્લેટફોર્મની ઍક્સેસ હશે. તેમાં ડિપોઝિટરીઝ, સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન, વૉલ્ટ મેનેજર્સનો સમાવેશ થાય છે. ‘વોલ્ટ’ અથવા ‘સ્ટ્રોંગ રૂમ’ મેનેજરનું કામ સોનાને માન્ય સ્ટોરેજ સ્થળોએ રાખવાનું છે. ‘વોલ્ટ’ મેનેજરે સેબી દ્વારા નિર્ધારિત રીતે સોનું રાખવું પડશે. તે જ સમયે તેઓ ગુણવત્તાની ખાતરી કરવા માટે જવાબદાર રહેશે. સેબીએ કહ્યું કે નવો કાયદો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
MCX GOLD : 47512.00 +57.00 (0.12%) – 10:14 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 49120 |
Rajkot | 49140 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 48950 |
Delhi | 48610 |
Mumbai | 51010 |
Kolkata | 49560 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 43637 |
USA | 42823 |
Australia | 42820 |
China | 42823 |
(Source : goldpriceindia) |
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવ, Sensex 60,571 સુધી ઉછળ્યો
આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળા વચ્ચે જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ
Published On - 10:46 am, Tue, 11 January 22