Gold Price Today : દુબઈમાં એક તોલા સોનાનો ભાવ 44266 રૂપિયા, જાણો તમારા શહેરમાં કઈ કિંમતે વેચાઈ રહ્યું છે સોનું
ગુજરાતમાં(Gold Price Today in Gujarat) 10 ગ્રામ સોનાના ભાવ અમદાવાદમાં 49750 રૂપિયા છે
Gold Price Today:સોના-ચાંદીની કિંમતમાં ખરીદી કરવાનો હાલ યોગ્ય સમય છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત હલચલ દેખાઈ રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે, બુધવારે સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે.
જો આજે સોનાની કિંમતની વાત કરીએ તો આજે તેની કિંમતમાં કોઈખાસ ફેરફાર થયો નથી. આ સાથે સોનું 48 હજારની નજીક પહોંચી ગયું છે. આજના કારોબારમાં સોનું 47,940 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. ચાંદી 0.22 ના વધારા સાથે 63,160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD : 47941.00 15.00 (0.03%)– 10:27 વાગે |
|
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે |
|
Ahmedavad | 49750 |
Rajkot | 49780 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે |
|
Chennai | 49420 |
Delhi | 49090 |
Mumbai | 51430 |
Kolkata | 50000 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર |
|
Dubai | 44266 |
USA | 43443 |
Australia | 43442 |
China | 43440 |
(Source : goldpriceindia) |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Gold Loan : જરૂરિયાત સમયે નાણાંની તકલીફ દૂર કરે છે આ વિકલ્પ, કઈ બેંકની ઓફર છે શ્રેષ્ઠ? નક્કી કરો અહેવાલ દ્વારા
આ પણ વાંચો : Budget 2022 : એકવાર ફરીથી ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ, હાલ લાગે છે 7.5 % ઈમ્પોર્ટ ડ્યુટી