કાર હો તો ઐસી: 5.5 સેકન્ડમાં 378 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે આ કાર! જુઓ વીડિયો
કાર હો તો ઐસી: બુગાટી ચિરોનના ફિચર્સ વિશે વાત કરીએ તો તે ચિરોનનું સૌથી ઝડપી મોડલ છે. આ કાર 2.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે, જેના માટે કારને 5.5 સેકન્ડનો સમય લાગે છે. ચિરોનને 378 કિમી પ્રતિ કલાકની ટોપની ઝડપે ચલાવી શકાય છે.
કાર હો તો ઐસી: બુગાટી ચિરોનના અંતિમ પેટ્રોલ મોડલ માટે 9.5 ડોલર મિલિયન (આશરે રૂ. 78 કરોડ)ની બોલી લગાવવામાં આવી છે, જે કારની હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી કાર પણ છે. અંતિમ વેચાણ કિંમત સિવાય કંપનીએ લગભગ 10.7 મિલિયન ડોલર (આશરે રૂ. 88.23 કરોડ)ની કમાણી પણ કરી છે. બુગાટીએ પેટ્રોલ કારને અલવિદા કહ્યું છે, છેલ્લી કાર ખરીદવાનો ક્રેઝ એટલો હતો કે બોલીનો રેકોર્ડ બન્યો. બુગાટી ચિરોનનું છેલ્લું પેટ્રોલ મોડલ નીલમ બનાવવામાં આવ્યું છે. આ અત્યાર સુધીની સૌથી વધુ વેચાયેલી કાર છે. આ કારની ટોપ સ્પીડ 378 કિમી પ્રતિ કલાક છે.
બુગાટી ચિરોનના ફિચર્સ વિશે વાત કરીએ તો તે ચિરોનનું સૌથી ઝડપી મોડલ છે. આ કાર 2.3 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ છે, જેના માટે કારને 5.5 સેકન્ડનો સમય લાગે છે. ચિરોનને 378 કિમી પ્રતિ કલાકની ટોપની ઝડપે ચલાવી શકાય છે.
બુગાટી ચિરોન ડિઝાઈન
ડિઝાઈનની બાબતમાં બુગાટી ચિરોનમાં કંપનીની 114 વર્ષ જૂની હેરિટેજ જોઈ શકાય છે. આર્જેન્ટિના એટલાન્ટિક કલરમાં આવેલી આ કારને સંપૂર્ણપણે નવી પ્રોફાઈલ આપવામાં આવી છે જે અન્ય કોઈ બુગાટી મોડલમાં જોવા મળતી નથી. કારના નીચેના ભાગમાં એક્સપોઝ્ડ કાર્બન ફાઈબર, બ્લુ રોયલ કાર્બન કલર સાથે ખાસ ડિઝાઈન કરેલી પ્રોફાઈલ છે. નીચલા અર્ધના કાર્બન ટિન્ટને મેચ કરવા માટે બનાવેલ લે પેટ્રોન જાળવી રાખવામાં આવ્યું છે.
અહીં જુઓ વીડિયો
આ પણ વાંચો: કાર હો તો ઐસી: આ કારમાં છે 360 ડિગ્રી કેમેરા! જુઓ વીડિયો
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો