Viral Video : ગોવિંદાના સોન્ગ પર મસ્તી અને અદાઓ સાથે ડાન્સ કરતી મહિલાના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

|

Jun 22, 2021 | 9:19 PM

રાજસ્થાનની વતની આ મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 49 હજારથી વધારે ફોલોવર્સ છે. આ મહિલાએ અગાઉ પણ સાડીમાં ડાન્સના વીડિયો પોસ્ટ કર્યા છે.

Viral Video : ગોવિંદાના સોન્ગ પર મસ્તી અને અદાઓ સાથે ડાન્સ કરતી મહિલાના વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
ગોવિંદાના સોન્ગ પર ડાન્સ કરતી મહિલાનો વીડિયો વાયરલ

Follow us on

સોશિયલ મીડિયા પર રોજ કોઇ ને કોઇ વીડિયો વાયરલ થાય છે. કેટલીક વાર લોકો પોતાના ટેલેન્ટ અને સ્કીલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ કંટેન્ટ ક્રિએટરના વીડિયોને લોકો ખૂબ પસંદ પણ કરે છે. હાલમાં આવો જ એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ લેડી સાડી પહેરીને જે રીતે ડાન્સ કરે છે તેને જોઇને લોકો તેના ફેન બની ગયા છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક મહિલાનો ડાન્સ વીડિયો હંગામો મચાવી રહ્યો છે. આ મહિલા જે મસ્તી અને અદાઓ સાથે ડાન્સ કરી રહી છે તેને જોઇને લોકો તેના દિવાના થઇ રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે આ મહિલા દેસી અંદાજમાં અગાસી પર આવીને કેમેરાની સામે પોતાની અદાઓનો જાદુ વિખેરી રહી છે.


વાયરલ વીડિયોમાં મહિલા ગોવિંદાના ફેમસ સોન્ગ મખના પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. તેમણે ગોવિંદાના ડાન્સ સ્ટેપ કોપી કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. પોતાની જ મસ્તીમાં ડાન્સ કરતી આ મહિલા પરથી લોકો પોતાની નજર જ હટાવી શકતા નથી.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર radioactiveblossom નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. રાજસ્થાનની વતની આ મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 49 હજારથી વધારે ફોલોવર્સ છે. આ મહિલાએ અગાઉ પણ સાડીમાં ડાન્સના વીડિયો પોસ્ટ કર્યા છે. લોકો ફક્ત એમના ડાન્સને પસંદ જ નથી કરતા પરંતુ તેમના વીડિયોને શેયર પણ કરે છે.

Next Video