AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા સમાચાર, હવે ઈન્જેક્શનથી નહીં લેવુ પડે ઇન્સ્યુલિન, સિપ્લા કંપનીએ લોન્ચ કર્યું ઇન્હેલેબલ ઇન્સ્યુલિન

વિશ્વની જાણીતી મેડીકલ કંપની સિપ્લાએ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતરૂપ ઇન્હેલેબલ ઇન્સ્યુલિન, અફ્રેઝા લોન્ચ કર્યું છે. આ ઈન્જેકશન ઈન્સ્યુલિનમાંથી મુક્તિ આપતુ ઝડપથી અસર આપતી શોધ ગણાવવામાં આવી રહી છે. સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (CDSCO) ની મંજૂરી બાદ, ભારતમાં આશરે 100 મિલિયન ડાયાબિટીસના દર્દીઓને લાભ મળશે તેવી ધારણા છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મોટા સમાચાર, હવે ઈન્જેક્શનથી નહીં લેવુ પડે ઇન્સ્યુલિન, સિપ્લા કંપનીએ લોન્ચ કર્યું ઇન્હેલેબલ ઇન્સ્યુલિન
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2025 | 1:39 PM
Share

ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ ઇન્સ્યુલિનને પાઉડર સ્વરૂપે ઇન્હેલેબલ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં ડાયાબિટીસની સારવારમાં આ એક નવી શોધે મહત્વપૂર્ણ પગલું ગણાશે. કંપનીએ સોમવારે જાહેરાત કરી હતી કે, તેણે દેશમાં અફ્રેઝા, એક ઝડપી અસરકર્તા મ્હો વાટે શ્વાસમાં લેવાય તેવુ ઇન્સ્યુલિન રજૂ કર્યું છે. જે પરંપરાગત ઇન્જેક્શન આધારિત ઇન્સ્યુલિન ઉપચારનો સોયથી મુક્ત વિકલ્પ પૂરો પાડે છે. સિપ્લા દ્વારા આ પગલું ભારતમાં ડાયાબિટીસમની દર્દીઓની સારવાર પદ્ધતિઓને વધુ આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓની જીવનશૈલી સરળ બની શકે

કંપનીના જણાવ્યા મુજબ, તેને ગયા વર્ષના અંતમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી અફ્રેઝા (Afrezza) ના વિશિષ્ટ વિતરણ અને માર્કેટિંગ કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી. તેના લોન્ચ સાથે, ભારતમાં ડાયાબિટીસ સારવારનો એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

સિપ્લાએ જણાવ્યું હતું કે, ભારતમાં ઇન્હેલેબલ ઇન્સ્યુલિનના ઉત્પાદનના લોન્ચથી દેશમાં ડાયાબિટીસથી પીડિત આશરે 100 મિલિયન લોકોને ફાયદો થવાની ધારણા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દૈનિક ઇન્સ્યુલિન ઇન્જેક્શન ફક્ત શારીરિક અને માનસિક રીતે પડકારજનક નથી. ઇન્હેલેબલ ઇન્સ્યુલિન ડાયાબિટીસના દર્દીઓની જીવનશૈલીને સરળ બનાવી શકે છે.

ઇન્હેલેબલ ઇન્સ્યુલિન કેવી રીતે કાર્ય કરે છે

Afrezza માં ઇન્સ્યુલિન ઇન્હેલેશન પાવડર સિંગલ-યુઝ ડોઝના પ્રમાણમાં ઉપલબ્ધ હશે, જે ખાસ ઇન્હેલર ઉપકરણ દ્વારા મ્હો વાટે શ્વાસમાં લેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. દર્દી પહેલા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલા ડોઝ અનુસારઈન્સ્યુલિનના ડોઝ પસંદ કરે છે, તેને ઇન્હેલરમાં દાખલ કરે છે, અને પછી ઉપકરણમાંથી ઇન્સ્યુલિન મ્હો વાટે શ્વાસમાં લે છે. એખવાર ઉપયોગ કર્યા પછી ઈન્હેલરમાંથી કેપ્સ્યુલ કાઢી નાખવામાં આવે છે.

આ ઇન્સ્યુલિન સામાન્ય રીતે દિવસના સૌથી મોટા ભોજન સાથે શરૂ થાય છે, અને જરૂર મુજબ ડોઝ વધારી ઘટાડી શકાય છે. તે એક ઝડપી કાર્ય કરતું ઇન્સ્યુલિન છે. જે ભોજન પછી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કંપની શું કહે છે

સિપ્લાના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર અચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ નવીનતા માત્ર ઇન્સ્યુલિનને સરળ બનાવે છે, પરંતુ દર્દીઓને દૈનિક ઇન્જેક્શન લેતી વખતે આવતી ભાવનાત્મક અને વ્યવહારિક મુશ્કેલીઓને પણ ઘટાડે છે. તેમણે કહ્યું કે આ પહેલ ડાયાબિટીસના દર્દીઓ માટે જીવનશૈલી સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચોઃ ‘સફેદ બ્રેડ’ ખાવી ભારે પડશે ! નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ગંભીર’, આ 5 આડઅસરો થવાની સંભાવના

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">