ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO

ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO
boy does amazing dance on road

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.જેમાં એક યુવક હેલ્મેટ પહેરીને જે રીતે રોડ પર ડાન્સ કરી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 30, 2021 | 4:06 PM

Viral Video : સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો દરરોજ વાયરલ (Viral) થતા જોવા મળે છે. લોકોને ડાન્સ સંબધિત વીડિયો ખુબ પસંદ આવે છે. તમે અત્યાર સુધી ડાન્સ ફ્લોર પર લોકોને ડાન્સ (Dance) કરતા જોયા હશે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમને કંઈક અનોખુ ચિત્ર જ જોવા મળશે. વીડિયોમાં યુવક જે રીતે ઉત્સાહમાં આવીને રોડ (Road) પર ડાન્સ કરવા લાગે છે. તે જોઈને તમે પણ આશ્વર્યચકિત થશો.

રેડ સિગ્નલ થતા જ યુવકે કંઈક આવુ કર્યુ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે રેડ સિગ્નલ (Red Signal)  પર ટ્રાફિક અટકે છે ત્યારે જ હેલ્મેટ પહેરેલો એક યુવક બહાર આવે છે. બાદમાં તે ઋતિક રોશનની ફિલ્મ ‘બેંગ-બેંગ’ના ટાઈટલ ટ્રેક પર અદભૂત ડાન્સ મૂવ્સ (Dance Moves) બતાવવાનું શરૂ કરે છે. આ દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા બાકીના લોકો પણ આ હેલ્મેટ બોયના ડાન્સની મજા લેતા જોવા મળે છે. મજાની વાત એ છે કે રેડ સિગ્નલ પુરુ થાય તે પહેલા જ આ છોકરો પોતાના ડાન્સથી લોકોના દિલ જીતી લે છે. આ પછી તે બાઇક પર બેસીને જતો રહે છે.

જુઓ વીડિયો

યુઝર્સ ડાન્સ મુવ્સની કરી પ્રશંશા

આ અદ્ભુત ડાન્સ મૂવ્સનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર subodh londhe નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. હેલ્મેટ બોયનો આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, ભાઈ રસ્તા વચ્ચે આવો પર્ફોર્મન્સ…અદભૂત.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વાહ શું કોન્ફિડન્સ છે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ યુવકની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: યુવતીએ મેકઅપ વડે કર્યું ગજબનું કમાલ, Shah Rukh Khan નો લૂક જોઈ લોકોના હોંશ ઉડી ગયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati