Rain Breaking : સાબરકાંઠા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજપુરવઠો ખોરવાયો, જુઓ Video

|

Jun 04, 2023 | 9:56 AM

આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ ( Rain ) વરસ્યો છે. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરમાં કાંકણોલ, હડિયોલ, બળવંતપુરા, બેરણામાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે.

આ પણ વાંચો : Sabarkantha: ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે દોઢ કિલોના સોનાના આભૂષણો અર્પણ કરાયા, ભક્તે પટોળુ ચરણોમાં ધર્યુ

તો બીજી તર આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ માહોલ જોવા મળ્યો છે. સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડાસાના દઘાલીયા, ઇસરોલ, ટીંટોઇ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. માલપુર અને મેઘરજ પંથકમાં પણ વરસાદનો વાતાવરણ જોવા મળ્યુ છે.

સાબરકાંઠા અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video