વિધાનસભામાં સરસ્વતી સાયકલ યોજનાની સાયકલમાં પંચર પાડતુ વિપક્ષ
ગુજરાત વિધાનસભામાં આજે સરસ્વતી સાયકલ યોજનાનો મુદ્દો વિપક્ષે ઉપાડીને સરકારને ભીંસમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તથ્યો પર આધારિત પ્રશ્ન વિપક્ષે ઉઠાવ્યા બાદ, ગૃહમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુતર પાઠવ્યો હતો. જો કે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મુદ્દે સરકારને ટકોર કરતા કહ્યું કે, દીકરીઓને સમયસર સાયકલ મળે એની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.
ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં આજે પ્રશ્નોતરી કાળ દરમિયાન સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સમસયર સાયકલ અપાતી ના હોવાનો અને કેટલાક હિતધારકોનું હિત સાચવવાનો સરકાર પર વિપક્ષે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ, આક્ષેપ કર્યો કે, છેલ્લા બે વર્ષમાં સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સરકારે સમયસર સાયકલ આપી નથી.
જો સરકારને ગ્રામ્ય વિસ્તારની દિકરીઓની ચિંતા હોય તો શાળા પ્રવેશોત્સવ વખતે જ સાયકલનું વિતરણ કરી દેવું જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ માનીતી કંપનીને લાભ આપવા માટે આ બધુ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. સાયકલ ખુલ્લા મેદાનમાં સડી રહી છે. સાયકલને કાટ લાગી ગયો તો પણ વિતરણ કરાયું નહોતું.
જેના પ્રત્યુતરમાં, રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે,1999 માં ભાજપ સરકાર દ્વારા દીકરીઓ માટે સરસ્વતી સાધના યોજનાની શરૂઆત કરાઈ હતી. લાખો પરિવાર માટે આ યોજના આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. સરકાર દ્વારા સાયકલ બનતી કંપનીને યોગ્ય સાયકલ આપવાની સૂચના આપવામાં આવી હતી.
વરસાદ આવે ત્યારે લોખંડને કાટ લાગી જાય એ સ્વાભાવિક છે. તમામ દીકરીઓને સારી સાયકલ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષ માં 7લાખ 93 હજાર 122 દીકરીઓ ને સાયકલ આપવામાં આવી છે, આ મુદ્દે ગૃહમાં ચર્ચા થાય એ અંગે સીએમ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ચર્ચામાં ભાગ લીધો હતો. વિપક્ષે કહ્યું કે, ગૃહમાં ક્યા મુદ્દા કે પ્રશ્નની ચર્ચા કરવી એ અધિકાર અધ્યક્ષનો છે સીએમનો નહીં, જો સાયકલનું વિતરણ સમયસર કરવામાં આવે તો ચોમાસાના કે કમોસમી વરસાદને કારણે કાટ ના લાગે.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
