Navsari : ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, ડાંગરમાં ભેજનાં નામે સસ્તા ભાવે માલ પડાવવાનો વેપારીઓ પર આક્ષેપ, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગર નો મબલક પાક થયો. ખેડૂતોનાં ઉભા પાકને જોઇ હરખાતા હતા. ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડવ્યા છે. ઉનાળું ડાંગર માવઠામાં પલળી ગઇ. જે પાક બચી ગયો તેને ખેડૂતોએ તાબડતોબ વધુ નાણાં ખર્ચીને પણ લણી લીધો.
દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગર નો મબલક પાક થયો. ખેડૂતોનાં ઉભા પાકને જોઇ હરખાતા હતા. ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડવ્યા છે. ઉનાળું ડાંગર માવઠામાં પલળી ગઇ. જે પાક બચી ગયો તેને ખેડૂતોએ તાબડતોબ વધુ નાણાં ખર્ચીને પણ લણી લીધો. જો કે હવે ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ડાંગરના વેચાણની સમસ્યાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે.
વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢી ખરીદી અટકાવી રાખી છે. ગોડાઉનની સગવડ ન હોવાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન બન્યો છે.
બીજી તરફ 3451ના ડાંગરના ભાવની સામે 2400 કે 2500 રૂપિયા આપે તો ખેડૂતો નુકસાન કરીને કઈ રીતે વેચી શકે. જીન અને સંઘવાળા માલ મંગાવ્યા બાદ તેમાં જો ભેજ જણાય તો માલ પાછો મોકલાવે છે જેથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન પણ માથે પડે છે. વેપારીઓ અન્ય જિલ્લામાંથી ડાંગર મંગાવી લેવાની ધમકી આપી ઓછા ભાવે માલ પડાવી લેતા હોવાની પણ ફરિયાદ છે. આવી સ્થિતિ છેલ્લા 2 વર્ષથી છે એટલે ઉનાળું ડાંગર પકવતા ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. વેપારીઓની મનમાંની સામે સરકાર કાર્યવાહી કરે તેવી નવસારીના ખેડૂતોએ માગ કરી છે.