Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા, કહ્યુ માન-સન્માનને ઠેસ પહોંચતા રાજીનામું આપ્યું

|

Mar 19, 2024 | 12:17 PM

વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યુ છે, જો કે વિધાનસભા અધ્યક્ષે કેતન ઇનામદારનું રાજીનામું સ્વીકાર્યુ નથી.કેતન ઇનામદારે મીડિયા સમક્ષ રાજીનામું આપ્યા પછી પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ છે કે મારા માન-સન્માનને ઠેંસ પહોંચતા રાજીનામું આપ્યુ છે.

કેતન ઇનામદારે મીડિયા સમક્ષ જણાવ્યુ કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થવી જોઇએ.પાર્ટીને મોટી કરવી જોઇએ, પાર્ટીનો વિવેક વધારવો જોઇએ.ભાજપમાં થઇ રહેલા ભરતી મેળાથી મારા સહિત અનેક કાર્યકરો નારાજ છે. નવા સભ્યો આવતા ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના ન થવી જોઇએ. માન-સન્માનને ઠેંસ પહોંચતા રાજીનામું આપ્યુ છે. મે મારી રીતે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો- સુરત: ઉન વિસ્તારમાં તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું, જુઓ વીડિયો

કેતન ઇનામદારે જણાવ્યુ કે મેં માત્ર ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. હું ભાજપમાં છુ. છેલ્લા 11 વર્ષથી સાવલીનું પ્રતિનિધિત્વ કરું છું.હું રંજનબેન ભટટ્ટને ચૂંટણી જીતાડવા માટે પણ પુરી મહેનત કરીશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video