જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ, કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન મામલે આહિર સમાજ દ્વારા ભેદભાવ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ જઈ કાર્યવાહી કરવાની માગ કરી છે.
જામનગર શહેરમાં હાલમાં જ હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી સામે આહીર સમાજે સવાલો ઉભા કર્યા છે. ડિમોલિશનમાં માત્ર એક આહિર સમાજનાં દંપતીનાં ઘર પર જ કાર્યવાહી કરાતા આહીર સમાજમાં રોષ ફેલાયો છે. સમાજનાં આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત છે. મકાન જાહેર હિત માટે નહીં પરંતુ ખાનગી સ્વાર્થ માટે તોડાયું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આહીર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ કરી છે.
તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશનની કાર્યવાહીને આહિર સમાજે પક્ષપાતી અને અન્યાયી ગણાવી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને જવાબદારો સામે પગલા લેવાની માગ કરી છે.
Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
