AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada Job Market: ભારતીય વિદ્યાર્થીએ જણાવી કેનેડાની હકીકત, પાર્ટ-ટાઇમ નોકરી મેળવવી કેટલી મુશ્કેલ?

કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પાર્ટ-ટાઇમ નોકરી શોધવી પડકારજનક બની રહી છે. વધતી સ્પર્ધા વચ્ચે, નોકરીના નિયમો સમજવા અને પાલન કરવું જરૂરી છે.

Canada Job Market: ભારતીય વિદ્યાર્થીએ જણાવી કેનેડાની હકીકત, પાર્ટ-ટાઇમ નોકરી મેળવવી કેટલી મુશ્કેલ?
| Updated on: Jun 18, 2026 | 3:43 PM
Share

કેનેડા ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વના સૌથી મોંઘા દેશોમાંનો એક માનવામાં આવે છે. તેમ છતાં દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે જાય છે. અભ્યાસ સાથે વધતા ખર્ચને પહોંચી વળવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ નોકરી શોધવાનો પ્રયાસ કરે છે. આવી નોકરીઓ માત્ર વધારાની આવક જ નહીં, પરંતુ સ્થાનિક કામકાજનો અનુભવ મેળવવાની પણ તક આપે છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ અને રેડિટ પર ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી મેળવવામાં આવી રહેલી મુશ્કેલીઓ અંગે પોતાના અનુભવો શેર કર્યા છે. અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે વધતી સ્પર્ધાના કારણે નોકરી મેળવવી પહેલા કરતાં વધુ પડકારજનક બની ગઈ છે.

કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી માટેના નિયમો

કેનેડામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો લાગુ પડે છે:

  • સેમેસ્ટર દરમિયાન કેમ્પસની બહાર અઠવાડિયામાં વધુમાં વધુ 24 કલાક કામ કરવાની મંજૂરી છે.
  • સેમેસ્ટર બ્રેક અથવા રજાઓ દરમિયાન પૂર્ણ-સમય (Full-Time) કામ કરી શકાય છે.
  • પાર્ટ-ટાઇમ નોકરી કરવા માટે વિદ્યાર્થી પૂર્ણ-સમયનો (Full-Time) વિદ્યાર્થી હોવો જરૂરી છે અને તેની પાસે માન્ય સ્ટડી પરમિટ હોવી જોઈએ.
  • કામ શરૂ કરવા માટે સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર (SIN) ફરજિયાત છે.
  • કેમ્પસની અંદરની નોકરીઓ માટે કામના કલાકોની કોઈ નિશ્ચિત મર્યાદા નથી.
  • નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ કલાકો કામ કરવાથી વિદ્યાર્થીનો સ્ટેટસ જોખમમાં પડી શકે છે.

શું ખરેખર નોકરી શોધવી મુશ્કેલ છે?

ઓગસ્ટ 2023માં ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થી સાર્થકના જણાવ્યા અનુસાર, હાલ પાર્ટ-ટાઇમ નોકરીઓ માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. સાર્થકે કોનેસ્ટોગા કોલેજમાંથી સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં કાલ ટાયર કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત છે.

તેમણે જણાવ્યું કે કેનેડા પહોંચ્યા બાદ તેમણે તરત જ નોકરીની શોધ શરૂ કરી હતી, પરંતુ નોકરી મેળવવી એટલી સરળ નહોતી. તેમના કહેવા મુજબ, “આજે પાર્ટ-ટાઇમ નોકરી મેળવવી પહેલા કરતાં ઘણી વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે. વિદ્યાર્થીઓએ વાસ્તવિક અપેક્ષાઓ રાખવી જોઈએ, કારણ કે કેનેડા પહોંચતાની સાથે જ નોકરી મળી જશે તેવી કોઈ ગેરંટી નથી.”

કેનેડામાં પાર્ટ-ટાઇમ નોકરી કેવી રીતે શોધવી?

સાર્થકના મતે, ધીરજ, સતત પ્રયત્નો અને યોગ્ય વ્યૂહરચના સફળતાની ચાવી છે. તેમણે જણાવ્યું કે નોકરી શોધવા માટે માત્ર ઓનલાઈન અરજી પૂરતી નથી, પરંતુ સ્થાનિક વિસ્તારોમાં જઈને તકો શોધવી પણ એટલી જ જરૂરી છે.

તેમણે પોતાની અનુભૂતિ શેર કરતાં કહ્યું કે તેઓ બસ દ્વારા આસપાસના વિસ્તારોમાં જતા, ત્યાંના રેસ્ટોરાં અને વ્યવસાયિક સ્થળોની માહિતી એકત્ર કરતા અને પછી તેમની વેબસાઇટ્સ પર જઈને નોકરીની તક વિશે તપાસ કરતા. ત્યારબાદ તેઓ નિયમિત રીતે અરજી અને ફોલોઅપ કરતા હતા.

પહેલી નોકરી મેળવવામાં લાગ્યા ત્રણ મહિના

સાર્થકને તેમની પ્રથમ પાર્ટ-ટાઇમ નોકરી મેળવવામાં લગભગ ત્રણ મહિના લાગ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, તે સમયે સ્થળ પર જઈને રિઝ્યુમ સબમિટ કરવું ખૂબ જ સામાન્ય બાબત હતી. આજના સમયમાં ઓનલાઈન અરજીનું મહત્વ વધ્યું છે, પરંતુ રૂબરૂ સંપર્ક હજુ પણ ઘણા કિસ્સાઓમાં ફાયદાકારક સાબિત થાય છે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની સલાહ

સાર્થકનું માનવું છે કે કેનેડામાં નોકરી મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ધીરજ રાખવાની છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે નિરાશ થયા વગર સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ અને નોકરી શોધવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ.

તેમણે અંતમાં કહ્યું કે યોગ્ય તૈયારી, સતત પ્રયત્ન અને સકારાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના વધુ રહે છે.

Canada PR : કેનેડાના 4 રાજ્યો જ્યા સેટલ થવું એકદમ સરળ

Follow Us
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
અમરેલીમાં વાતાવરણનો અચાનક પલટો, વહેલી સવારથી વરસાદી ઝાપટાં
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો, નશામાં ધૂત વ્યક્તિનું અસભ્ય વર્તન
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
આજનું રાશિફળ: અચાનક મુસાફરી અને શુભ સમાચારના યોગ
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
પાલનપુરમાં સરકારી શાળા બંધ કરવાના આદેશથી વિવાદ: 60 બાળકોનુ ભાવી જોખમમા
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
કચ્છમાં વિધર્મીની કાળી કરતુત, સગીરાનું અપહરણ કરી કર્યા નિકાહ
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
લંડન-અમેરિકા બાદ અમદાવાદમાં આવી 'વિદેશ' જેવી 'ખાસ સિસ્ટમ'
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
વડોદરામાં સયાજી હોસ્પિટલમાં OPD વિભાગમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
ફાયર વિભાગનું મોટી કાર્યવાહી, અમદાવાદમાં 6 હોટલો સીલ!
ફાયર વિભાગનું મોટી કાર્યવાહી, અમદાવાદમાં 6 હોટલો સીલ!
સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! જાણો અહીં
સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ! જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">