વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ. પંચમહાલ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી સિસ્ટમની અસર ગુજરાત સુધી થશે. 29 જૂન બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ..વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભાર વરસાદની આગાહી. કેટલાક ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે.