AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India Flight 182 : 42 વર્ષ બાદ કેનેડાની કબૂલાત, એર ઈન્ડિયા પ્લેન બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો હતો હાથ

23 જૂન 1985ના રોજ કેનેડાના ટોરોન્ટોથી લંડન થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટને કેનેડાની ધરતી પરનો સૌથી ખરાબ આતંકવાદી હુમલો માનવામાં આવે છે.

Air India Flight 182 : 42 વર્ષ બાદ કેનેડાની કબૂલાત, એર ઈન્ડિયા પ્લેન બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો હતો હાથ
Air India Flight 182 ExplosionImage Credit source: AI Generated
| Updated on: Jun 26, 2026 | 9:03 AM
Share

23 જૂન 1985ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ 182માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 329 લોકોના મોત થયા હતા. ચાર દાયકામાં પહેલી વાર કેનેડાએ દેશમાં રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓને વિસ્ફોટકો મૂકવા માટે દોષી ઠેરવ્યા છે. ભારતે 1985ની દુર્ઘટનાને ખાલિસ્તાની કાવતરું ગણાવ્યું હતું. વિમાન હવામાં જ વિખેરાઈ ગયેલું હતું. આ હુમલામાં 22 ક્રૂ મેમ્બર અને 307 મુસાફરો સહિત કુલ 329 નિર્દોષ લોકોના મોત થયા હતા.

ફેસબુક પર, કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ લખ્યું છે કે, “23 જૂન, 1985ના રોજ કેનેડામાં સ્થિત ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા મૂકવામાં આવેલા બોમ્બના કારણે એર ઈન્ડિયા ફ્લાઇટ 182 તબાહ થઈ હતી. જેમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા. તેમાં મોટાભાગના મુસાફરો કેનેડિયન નાગરિકો હતા. આ હુમલો કેનેડાના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો છે.”

સમગ્ર મામલો શું છે ?

ટોરોન્ટોથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયા ફ્લાઇટ 182 પર થયેલા બોમ્બ વિસ્ફોટને કેનેડાની ધરતી પરનો સૌથી ભયંકર આતંકવાદી હુમલો માનવામાં આવે છે. વર્ષોથી, 2001માં 11 સપ્ટેમ્બરના હુમલા સુધી તેને વિશ્વનો સૌથી ઘાતક ઉડ્ડયન આતંકવાદ માનવામાં આવતો હતો.

ખાલિસ્તાની સમર્થક સંગઠન બબ્બર ખાલસાના સભ્યો દ્વારા સામાનના ડબ્બામાં મૂકવામાં આવેલા બોમ્બને કારણે આ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એટલાન્ટિક મહાસાગર પર તમામ મુસાફરો અને ક્રૂના મોત થયા હતા. 2005ની શરૂઆતમાં કેનેડાએ દુર્ઘટનાની વાર્ષિત તિથી , 23 જૂને ઘટનામાં ભોગ બનેલા લોકો માટે રાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરી હતી.

કેનેડાની એજન્સીએ અગાઉ આપી હતી ચેતવણી

એજન્સીએ કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓને સંભવિત સુરક્ષા ખતરા તરીકે દર્શાવતો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યાના મહિનાઓ પછી બબ્બર ખાલસા પર દોષનો ટોપલો ઢાંક્યો હતો. તેના અહેવાલમાં, એજન્સીએ ચેતવણી આપી હતી કે કેનેડા સ્થિત ખાલિસ્તાની જૂથો તેના હિંસક ઉગ્રવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવા તેમજ હિંસક પ્રવૃત્તિઓ માટે ભંડોળ અને આયોજન કરવા માટે દેશનો ઉપયોગ કરી રહ્યા છે.

કેનેડાએ વર્ષો સુધી ખાલિસ્તાની કટ્ટરપંથીઓની પ્રવૃત્તિઓ સ્વીકારી નહી

કેનેડા વર્ષોથી એ સ્વીકારવાનો ઇનકાર કરતું રહ્યું છે કે તેની ભૂમિનો ઉપયોગ ખાલિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેનેડાની સરકારે વર્ષોથી ભારત પર કેનેડિયન નાગરિકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ખાલિસ્તાન નેટવર્કના ખતરા પ્રત્યે કેનેડિયન એજન્સીઓ જાગૃત થઈ ગઈ હોવાથી, ભારતના વલણને સમર્થન મળ્યું છે.

આ પણ વાંચો, Breaking News : PM મોદીને મળ્યા બાદ, એમેઝોનના સીઈઓ એન્ડી જેસીની જાહેરાત, ભારતમાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે, 3.8 મિલિયન નોકરીનું થશે સર્જન

Follow Us
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
આજનું રાશિફળ: નવા સોદા, પૈસા અને કરિયરમાં પ્રગતિના સંકેત
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
g clip-path="url(#clip0_868_265)">