AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venezuela Earthquake : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ

વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. અત્યાર સુધીમાં 235 લોકોના મોત થયા છે, 1,500 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 200 થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઘણા દેશોએ મદદ મોકલી છે.

Venezuela Earthquake  : 235 લોકોના મોત, 200 થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા, 39,000 લોકો ગુમ
Image Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 8:34 AM
Share

વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપોએ તબાહી મચાવી દીધી છે. બુધવાર સાંજે 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપમાં અત્યારસુધી 235 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. 1,500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 200થી વધારે લોકો કાટમાળ નીચે ફસાયા છે. 39 હજારથી વધારે લોકો ગુમ હોવાની આશંકા છે. આ છેલ્લા 126 વર્ષમાં વેનેઝુએલામાં સૌથી મોટો ભૂકંપમાંથી એક છે. જેના ઝટકા બ્રાઝીલના એમેઝોન વિસ્તારસુધી મહેસુસ થયા હતા.

ગુરુવાર સવારથી લોકો પોતાના ગુમ થયેલા પરિવારના લોકોને શોધવા માટે કાટમાળ દુર કરતા જોવા મળ્યા હતા. બચાવ દળ પણ સતત કાર્ય કરી રહ્યું છે. અનેક ઈજાગ્રસ્તો ધૂળ અને લોહીથી લથપથ હાલતમાં કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે. જેમાં બાળકો અને પાલતું જાનવર પણ સામેલ છે. સરકારી ટીવીએ એક મહિલાનું રેસ્કયૂ પણ દેખાડ્યું હતુ. જે સીમેન્ટના સ્લૈબ નીચે ફસાયા હતા. પરંતુ રાજધાની કરાકસની બહાર અનેક વિસ્તારમાં સરકારી બચાવ ટીમો ઓછી દેખાતી હતી.

ક્યાં થયું સૌથી વધારે નુકસાન ?

સૌથી વધારે નુકસાન લા ગુએરા તટીય વિસ્તારમાં થયું છે. અહી અનેક ઈમારતો નાશ પામી છે. દેશના મુખ્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આ વિસ્તારમાં છે. જેને નુકસાન પહોંચ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેનાથી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ થઈ રહી છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે લા ગુએરાને આપત્તિજનક વિસ્તાર જાહેર કર્યો છે.

તેમણે ખાનગી કંપનીઓને ભારે મશીનરી પૂરી પાડવા અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર શક્ય તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ડોમિનિકન રિપબ્લિકથી પહેલી રાહત ટીમ આવવાની તૈયારીમાં હતી, અને અન્ય ઘણા દેશોની ટીમો પણ તેમના રસ્તે આવી રહી હતી.

ઘણા વિસ્તારોમાં પાયાની સેવાઓ બંધ

ભૂકંપ પછી અનેક વિસ્તારમાં વીજળી, મોબાઈલ નેટવર્ક, મેટ્રો સેવા અને ગેસ સપ્લાઈ બંધ કરવામાં આવી છે. શાળામાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. તેમજ સ્કુલોમાં રાહત શિબિર અને સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ગુમ થયેલા પરિવારના ફોટોના પોસ્ટર લગાવી રહ્યા છે અને વિદેશમાં રહેતા વેનેઝુએલાના લોકો પણ પોતાના પરિવારના સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Breaking News : 126 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ, વેનેઝુએલામાં ભૂકંપ બાદની તબાહીની કાળજુ કંપાવી દે તેવા જુઓ Photos અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">