AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 જૂનના મહત્વના સમાચાર : ખેતરમાં વીજપોલના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાની તબિયત લથડી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2026 | 8:48 PM
Share

આજે 26 જૂનને શુક્રવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

26 જૂનના મહત્વના સમાચાર : ખેતરમાં વીજપોલના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાની તબિયત લથડી

આજે 26 જૂનને શુક્રવારના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jun 2026 08:47 PM (IST)

    ખેતરમાં વીજપોલના વિરોધમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાની તબિયત લથડી

    જેતપર ખાતે ઉપવાસ કરી રહેલા નિલેશ એરવાડિયાની તબિયત લથડી છે. છેલ્લા નવ દિવસથી આમરણાંત ઉપવાસ કરતા નિલેશ એરવાડિયાની તબિયત લથડી. 108 ની મદદ થી તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવાના આવ્યા. વીજ કંપની સામે યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નિલેશ એરવાડિયા અને અન્ય ખેડૂતો.

  • 26 Jun 2026 08:45 PM (IST)

    અમદાવાદના હાંસોલ પોલીસ ચોકીના એએસઆઈ લાંચ લેતા ઝડપાયા

    અમદાવાદના પોલીસકર્મી 6000 ની લાંચ લેતા ઝડપાયો. હાંસોલ પોલીસ ચોકીના એએસઆઈ શશીકાંત જાદવ લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીને માર નહીં મારવાના અને કોર્ટમાં વહેલા રજૂ કરવા મામલે માંગી હતી લાંચ. એસીબી એ છટકું ગોઠવી એએસઆઈને લાંચ લેતા પકડી પાડ્યા.

  • 26 Jun 2026 07:55 PM (IST)

    ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કવાંટમાં યોજાઈ રેલી

    ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતાં આપનું કવાંટ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયુ હતું. આમ આદમી પાર્ટીએ કવાંટ ગામે ધારાસભ્યના સમર્થનમાં વિરોધ રેલી યોજી. કવાંટમાં નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ‘આપ’ના કાર્યકરો અને સમર્થકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ચૈતર વસાવાને સજા થતાં નારાજગી વ્યક્ત કરતા કાર્યકરોએ ન્યાયની માંગ કરી.

  • 26 Jun 2026 07:52 PM (IST)

    રદ કરાયેલી 500ની નોટો સાથે 2 ઝડપાયા

    રામોલ પોલીસે મુંબઈથી આવેલા બે શખ્સોને 39 લાખ રૂપિયાની રદ કરાયેલી 500ની નોટો સાથે ઝડપી પાડ્યા છે…આરોપીઓને આ નોટો વટાવવા બદલ 2થી 3 ટકા કમિશન મળવાનું હતું. મુંબઈ અને ગાંધીનગરના કનેક્શનને લઈને પોલીસે તપાસ શરૂ કરી

  • 26 Jun 2026 07:44 PM (IST)

    સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચે14 લાખની કિંમતના 28 કિલો ગાંજા સાથે 3ને ઝડપી પાડ્યા

    સુરતમાં ક્રાઇમ બ્રાંચનો ડ્રગ્સ માફિયાઓ પર મોટો પ્રહાર. ગાંજાના મોટા જથ્થા સાથે 3 આરોપી ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 28 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારના દર મુજબ જપ્ત કરાયેલા આ પ્રતિબંધિત ગાંજાની કુલ કિંમત રૂપિયા 14 લાખ જેટલી. પકડાયેલા આરોપીઓમાં નિલેશ દુધાત,બેચરભાઈ પટેલ, અને રવિ પરવાળીયાન સમાવેશ થાય છે. ગુનામાં વપરાયેલું ટીવીએસ જ્યુપીટર મોપેડ (GJ-05-TL-4674), રૂપિયા 1630 રોકડા, આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો કબ્જે કરાયા.

  • 26 Jun 2026 05:47 PM (IST)

    India vs Ireland : વૈભવ સૂર્યવંશીનો આયર્લેન્ડ સામેની મેચમાં ડેબ્યૂ નહીં

    આજની મેચમાં બધા જે ક્ષણની અપેક્ષા રાખતા હતા તે નહીં બને. વૈભવ સૂર્યવંશી આજની મેચમાં ડેબ્યૂ કરી નથી રહ્યો. બેલફાસ્ટથી મળેલા અહેવાલો અનુસાર, ટોસ પહેલા ભારતીય ટીમના હડલ દરમિયાન કોઈપણ ખેલાડીને નવી કેપ આપવામાં આવી ના હતી. આનો અર્થ એ થયો કે વૈભવ તેનો ટી20માં ડેબ્યૂ કરી રહ્યો નથી.

  • 26 Jun 2026 05:06 PM (IST)

    જૂનાગઢમાં 7 થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ મોત અંગે એકની ધરપકડ

    સિંહ બાળની હત્યા કેસમાં આરોપીની ફોરેસ્ટ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વનવિભાગ દ્વારા આરોપીની કરાઇ રહી છે પૂછપરછ. આરોપી બાવન ચાવડાની કરાઇ છે ધરપકડ. પૂછપરછ બાદ રિમાન્ડ માંગવામાં આવશે. ફોરેસ્ટ વિભાગ સિંહબાળની હત્યાનાં કારણ મામલે કરશે પુછપરછ. 24 જૂનના રોજ જૂનાગઢ શહેર નજીક આવેલા રબારી નેસ વિસ્તારમાંથી મળી આવેલા 7 થી 8 માસના નર સિંહબાળના શંકાસ્પદ મોતના મામલે વન વિભાગને મોટી સફળતા મળી છે. ગણતરીના દિવસોમાં જ વન વિભાગની ટીમોએ સઘન સર્ચ ઓપરેશન ચલાવી ફરાર આરોપીને પોરબંદર જિલ્લામાંથી ઝડપી લીધો છે. ​ટેકનિકલ વિશ્લેષણ, પુરાવાઓ અને માનવ બાતમીના આધારે વન વિભાગે તેની કુંડળી મેળવી લીધી હતી. કુતિયાણા વિસ્તારમાં વન વિભાગની 3 અલગ-અલગ ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપીને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે. ઘટનાસ્થળેથી વન વિભાગે અનેક મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કર્યા છે. આરોપીની કડક પૂછપરછ બાદ ટૂંક સમયમાં જ તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

  • 26 Jun 2026 04:46 PM (IST)

    મોરબીના હળવદના બ્રાહ્મણી ડેમ 2 માંથી 7 ગામના ખેડૂતોએ પિયત માટે પાણીની કરી માંગ

    મોરબીના હળવદના બ્રાહ્મણી ડેમ 2 માંથી 7 ગામના ખેડૂતોએ પિયત માટે પાણીની કરી માંગ. વરસાદ ખેંચાતા પાકને પાણીની જરૂર હોઈ,  પાણી નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોએ કરી રજુઆત. ધનાળા, મયુરનગર, ધુળકોટ, સુરવદર, ટીકર, ઘાટીલા, દેવળીયા સહિતના ગામોના લોકોએ પાણી માટે કરી રજુઆત.

  • 26 Jun 2026 04:13 PM (IST)

    બોપલની  LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે અડપલા, એક કર્મચારી સસ્પેન્ડ, પોલીસ સ્ટેશને નોંધાવાઈ FIR

    સાઉથ બોપલની LDR સ્કૂલમાં ચોંકાવનારી ઘટનાં સામે આવી છે. શાળામાં જ નાના બાળક સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. LDR ઇન્ટરનેશનલ સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બની ઘટના. શાળાનાં જ કર્મચારીએ બાળક સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ. શાળા સંચાલકોએ વિદ્યાર્થી સાથે અડપલા કરનારને કર્યા સસ્પેન્ડ. બોપલ પોલીસ સ્ટેશમાં ફરિયાદ પણ તપાસ શરૂ.

  • 26 Jun 2026 03:05 PM (IST)

    ચૈતર વસાવા તો ભોળા છે, આમ આદમી પાર્ટી તેને મ્હોરુ બનાવે છે, મુશ્કેલીમાં હતા ત્યારે કેમ દિલ્હી દરબાર દોડી ના આવ્યુંઃ મનસુખ વસાવા

    ભાજપના સાંસદ મનસુખ વસાવાએ, ચૈતર વસાવા અંગે કહ્યું છે કે, તેઓ તો ભોળા છે. આમ આદમી પાર્ટી ચૈતરને મ્હોરુ બનાવે છે. હાથો બનાવીને રાજકારણ રમી રહ્યુ છે AAP.  ગોપાલ ઇટાલીયા અને AAPની ટીમને મારે પુછવું છે કે સમગ્ર મામલો કોર્ટમાં હતો, કેસ ચાલુ હતો ત્યારે કેમ કોઈ સારો વકીલ ના રાખ્યો, તે વખતે કેમ ચૈતરની ચિંતા ના કરી ? 7 વર્ષની સજા થયા બાદ, હવે સમર્થનમાં આવ્યા પણ ચૈતરભાઈ બધું જાણે છે એટલે જ સરકારના વખાણ પણ તેઓ કરતા હતા. તેમના કામો થાય છે તેઓ મુખ્યમંત્રીને મળે છે. હર્ષભાઈ સંઘવીને મળે છે, તેવું પણ તેમણે મારી સમક્ષ કબૂલ્યું હતું. અમે 15 દિવસ પહેલા એક મંચ પર હતા. વાતો થઈ હતી. એ પોતાની રીતે આગળ વધી રહ્યા હતા. પણ પછી બધા AAP વાળા ખોટો સ્ટન્ટ કરી રહ્યા છે. જે તે સમયે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે ધ્યાન રાખવાનું હતું.

  • 26 Jun 2026 02:45 PM (IST)

    ચોમાસુ હાલ સુરત પાસે સ્થિર થયું: હવામાન વિભાગ

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ચોમાસું સુરત નજીક સ્થિર થયું છે અને આગામી 3થી 4 દિવસમાં તે આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં આગામી એક સપ્તાહ દરમિયાન ભારે વરસાદની કોઈ સંભાવના નથી, જોકે વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

  • 26 Jun 2026 01:44 PM (IST)

    ગાંધીનગર: કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

    ગાંધીનગર જિલ્લાના વલાદ ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ પરથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કચરો વીણવા ગયેલા લોકોને કચરાના ઢગલામાં નવજાતનો મૃતદેહ દેખાતા તેમણે તાત્કાલિક ગામલોકો અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ નવજાતની ઓળખ તેમજ મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

  • 26 Jun 2026 01:40 PM (IST)

    અમદાવાદ: ખાડિયામાં ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર

    અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બે વર્ષ પહેલાં ફતાશાની પોળમાં થયેલા ફાયરિંગ અને 1.51 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટના કેસનો પોલીસેભેદ ઉકેલી દીધો છે. LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આ કેસમાં દિલ્હી એરફોર્સમાં કોર્પોરલ હેડ તરીકે ફરજ બજાવતા એક અધિકારીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 25થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ જતા તેણે લૂંટનો માર્ગ અપનાવ્યો હતો. આરોપીને ક્રિકેટ સટ્ટો અને દારૂના નશાની કુટેવ પણ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 16 જુલાઈ, 2024ના રોજ સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને 1.51 કરોડના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરીને સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.

  • 26 Jun 2026 01:29 PM (IST)

    વડોદરા: વિશ્વામિત્રી નદીમાં ફેંકાતા કચરાને લઈ તંત્ર એલર્ટ

    વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ તેમજ અન્ય પ્રકારનો કચરો ફેંકવાની વધતી ઘટનાઓને લઈને તંત્ર એલર્ટ થયું છે. આગામી 15 દિવસમાં નદીના મુખ્ય 13 સ્થળોએ CCTV કેમેરા લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામાં કચરો ફેંકતા ઝડપાયેલા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન વેસ્ટ અથવા અન્ય ઘન કચરો નદીમાં ઠાલવતા લોકો સામે કડક પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિશ્વામિત્રી નદીને પ્રદૂષણથી બચાવી શકાય.

  • 26 Jun 2026 01:29 PM (IST)

    રામ મંદિર દાન વિવાદ: VHPના નિર્દેશ પર ચંપત રાયે રાજીનામું આપ્યું, પદ છોડ્યું

    રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. દાન ચોરી કૌભાંડ સામે આવ્યા બાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ હતું. તેઓ વિપક્ષના નિશાના પર હતા.

  • 26 Jun 2026 01:22 PM (IST)

    રામ મંદિર દાન વિવાદ: VHPના નિર્દેશ પર ચંપત રાયે રાજીનામું આપ્યું, પદ છોડ્યું

    રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. દાન ચોરી કૌભાંડ સામે આવ્યા બાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ હતું. તેઓ વિપક્ષના નિશાના પર હતા.

  • 26 Jun 2026 01:02 PM (IST)

    સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની અછતને લઈ દર્દીઓ પરેશાન

    સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો અને સ્ટાફની અછતને કારણે દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દાંતના ઓપરેશન માટે દર્દીઓને 50 દિવસથી વધુનું વેઈટિંગ આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ OPDનો સ્ટાફ પણ રજા પર ઉતરી જતાં દર્દીઓને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. સ્ટાફની અછત અને સિવિલ તંત્રની બેદરકારી સામે દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ડીન દ્વારા દર્દી સાથે ખરાબ વર્તન કરાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે એક દર્દીએ મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાન અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને વહેલી તકે ડૉક્ટરો અને સ્ટાફની અછત દૂર કરવાની માંગ કરી છે.

  • 26 Jun 2026 10:50 AM (IST)

    અમદાવાદ: આવાસ યોજનામાં દબાણ મામલે તંત્રની લાલ આંખ

    અમદાવાદમાં આવાસ યોજનામાં થયેલા ગેરકાયદે દબાણ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટ જણાવ્યું છે કે હવે આવાસ યોજનામાં કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. દબાણ કરનાર પરિવારોનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જ્યારે ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ ગેરકાયદે દબાણ કરનાર પરિવારો સામે ફરિયાદ પણ નોંધવામાં આવશે. તંત્રના આ નિર્ણયથી આવાસ યોજનામાં નિયમોના કડક અમલનો સંદેશ આપવામાં આવ્યો છે.

  • 26 Jun 2026 08:37 AM (IST)

    મોરબી: જેતપર ગામે ખેડૂત આંદોલનમાં મહિલાઓ ઉમટી પડી

    મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મહિલાઓનો પણ જોરદાર સમર્થન મળ્યો છે. મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો મહિલાઓ ઉપવાસ છાવણીમાં પહોંચીને ખેડૂતો સાથે એકતા દર્શાવી હતી. મહિલાઓની મોટી ઉપસ્થિતિ દર્શાવતા ડ્રોન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ખેડૂતો ખાનગી વીજ કંપનીની હાઈટેન્શન લાઈન ખેતરોમાંથી પસાર કરવાનો વિરોધ કરી રહ્યા છે અને અસરગ્રસ્ત જમીન માટે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે.

  • 26 Jun 2026 08:35 AM (IST)

    જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ

    જામનગરના બેડી વિસ્તારમાં તાજીયા જુલુસ દરમિયાન બે જૂથ વચ્ચે અચાનક અથડામણ થતાં સ્થિતિ તંગ બની હતી. બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સ્થિતિને કાબૂમાં લીધી. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 26 Jun 2026 08:10 AM (IST)

    રાજસ્થાન: માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત

    રાજસ્થાનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લારી નજીક એક પેસેન્જર કાર ટ્રક સાથે અથડાતા સાત લોકોના મોત થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, રામગઢના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લારીમાં રામગઢ-બોકારો રોડ પર રાત્રે 12:00 વાગ્યે એક ટ્રક અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. કારમાં સવાર તાશા પાર્ટીના સભ્યોને ગંભીર ઈજાઓ થઈ હતી. સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રામગઢ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારંગમાર્ચાના રહેવાસીઓનો પણ સમાવેશ થાય છે.

  • 26 Jun 2026 08:06 AM (IST)

    ઇરાન-અમેરિકા વચ્ચે તણાવ ઘટતા રાહતના સમાચાર

    ઇરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘટતા ઊર્જા ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પર લાગુ તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે, જેના કારણે કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને મોટી રાહત મળશે. જોકે મોટા ઔદ્યોગિક એકમોને તેમના કુલ વપરાશના માત્ર 50 ટકા ગેસની જ ફાળવણી કરવામાં આવશે. સાથે જ પ્રોપેન અને બ્યુટેનના સપ્લાય સંબંધિત નિયમોમાં પણ રાહત આપવામાં આવતા ઉદ્યોગોને કામગીરીમાં સરળતા મળશે.

  • 26 Jun 2026 07:33 AM (IST)

    યુદ્ધ વિરામ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી વધ્યો તણાવ

    યુદ્ધવિરામ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યો છે. જહાજો પર હુમલાની ઘટના સામે આવતા વૈશ્વિક શિપિંગ સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જહાજોની અવરજવર પર તાત્કાલિક રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા ન થતાં સસ્પેન્સ યથાવત છે. નોંધનીય છે કે અગાઉ ઇરાને હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ પર વિશ્વભરની નજર છે.

Published On - Jun 26,2026 7:31 AM

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">