AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup 2026: સૌથી વધુ કેચ છોડ્યા, છતાં આ ટીમે સૌથી પહેલા સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું

મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની 22 મી મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 38 રનથી હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જોકે, આ મેચમાં ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ ખૂબ જ ખરાબ રહી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ છોડવા છતાં ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવામાં અને મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

Women’s T20 World Cup 2026: સૌથી વધુ કેચ છોડ્યા, છતાં આ ટીમે સૌથી પહેલા સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું
England into semi finalImage Credit source: X/ICC
| Updated on: Jun 25, 2026 | 5:21 PM
Share

ક્રિકેટમાં એવું કહેવાય છે કે ‘કેચ છોડો, મેચ છોડો’, પરંતુ મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ઈંગ્લેન્ડની મહિલા ટીમે આ કહેવતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી દીધી. અત્યાર સુધીના સૌથી ખરાબ ફિલ્ડિંગ પ્રદર્શન અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ છોડવા છતાં ઈંગ્લેન્ડની ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ગ્રુપ-2 ની મહત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી ઈંગ્લેન્ડની ટીમ ટોપ-4 માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 38 રનથી હરાવ્યું અને સતત ચોથી જીત મેળવી હતી.

ડેની વ્યાટ હોજની વિસ્ફોટક ઈનિંગ

ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી અને પહેલી ઓવરમાં જ ઓપનર એમી જોન્સની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ઓપનર ડેની વ્યાટ-હોજે બાજી સંભાળી. ફોર્મમાં ચાલી રહેલી વ્યાટ-હોજે વેસ્ટ ઈન્ડિઝની બોલરોને ધોઈ નાખ્યા અને માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેણીએ એલિસ કેપ્સી (28) સાથે 66 રનની મજબૂત ભાગીદારી કરી.

ઈંગ્લેન્ડે 186 રનનો વિશાળ સ્કોર બનાવ્યો

ડેની વ્યાટે 42 બોલમાં 65 રનની મનોરંજક ઈનિંગ રમી હતી. અનુભવી હીથર નાઈટે પણ ઝડપી 43 રન બનાવ્યા હતા. જોકે, ડેની વ્યાટ અને ત્યારબાદ હીથર નાઈટ 16મી ઓવરમાં રન આઉટ થઈ ગઈ, જેના કારણે ઈનિંગના અંતે રનની ગતિમાં થોડી બ્રેક લાગી. આમ છતાં ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ લોર્ડ્સમાં મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેચમાં સૌથી મોટો સ્કોર છે.

વેસ્ટ ઈન્ડિઝની પહેલી હાર

આ લક્ષ્યના જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 148 રન જ બનાવી શકી અને ટુર્નામેન્ટની પહેલી હારનો સામનો કરવો પડ્યો. ડિએન્ડ્રા ડોટિને 19 રન સાથે સારી શરૂઆત કરી, પરંતુ તે લાંબી ઈનિંગ રમી શકી નહીં. મિડલ ઓર્ડરમાં ચિનેલ હેનરીએ એક છેડો પકડી રાખ્યો અને માત્ર 30 બોલમાં અણનમ 51 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં છેલ્લી ઓવરમાં એક સિક્સરનો પણ સમાવેશ થાય છે. પરંતુ બીજી બાજુથી સહયોગ ન મળવાને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ લક્ષ્યથી દૂર રહી. આ દરમિયાન ઈંગ્લેન્ડની કેપ્ટન ચાર્લી ડીને 31 રન આપીને 2 વિકેટ લીધી હતી.

કેચ છોડવામાં ઈંગ્લેન્ડ નંબર 1

આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ ઘણી નબળી રહી છે. આંકડા દર્શાવે છે કે આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડમાં સૌથી વધુ કેચ ડ્રોપ થયા છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓએ અત્યાર સુધીમાં ઘણી મોટી ભૂલો કરી છે. તેઓએ કેચિંગની લગભગ અડધી (આશરે 48.4%) તકો ગુમાવી દીધી છે, જે કોઈપણ ટોચની ટીમ માટે ચિંતાજનક આંકડા છે. તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમ મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડ કપ 2026ની સૌથી ‘કૂલ’ ટીમ ! ખેલાડીઓ ગર્લફ્રેન્ડ સાથે રૂમ શેર કરી રહ્યા છે

Follow Us
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">