રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી. રાજ્યમાં ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ ખાબકી શકે. ગાજવીજ અને પવન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં ગુજરાતમાં એન્ટ્રી કરશે.અને આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.ચોમાસુ આગળ વધતા 15થી 20 કિમી પ્રતિકલાકે પવન પણ ફૂંકાશે. તો મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે