Vastu Tips : ઘરમાં પ્રવેશતાં આ 5 સંકેતો મળે, તો સમજવું કે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે !
વાસ્તુ શાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલા અનેક ઉપાયો જણાવવામાં આવેલા છે. આ ઉપાયો અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવી શકે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહી શકે છે. જો ઘરમાં પ્રવેશતા જ અસામાન્ય બાબતોનો અનુભવ થાય, તો તેને નકારાત્મક ઊર્જાના સંકેત તરીકે જોવામાં આવે છે.

જો ઘરમાં પ્રવેશતા જ તમને કોઈ ખરાબ ગંધનો અનુભવ વારંવાર થતો હોય તો તે વાસ્તુ મુજબ નકારાત્મક ઊર્જા અથવા વાસ્તુદોષનો સંકેત હોઈ શકે છે.

ઘરમાં આવતાં અચાનક ભય અને ગભરાટનો અનુભવ થતો હોય તો તે શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઊર્જા દર્શાવે છે.

ઘરમાં વારંવાર ચામાચિડીયા આવવા લાગે તો તેને વાસ્તુ મુજબ નકારાત્મકતાનું સૂચક માનવામાં આવે છે.

જો ઘરમાં પ્રવેશતા એવું લાગે કે કોઈ અજાણી વ્યક્તિ તમને બોલાવી રહી છે તો તે વાસ્તુ મુજબ તેને પણ નકારાત્મક ઊર્જાનો સંકેત માનવામાં આવી શકે છે.

જો તમને લાગે કે તમે જે વસ્તુ જ્યાં મૂકી હતી તે ત્યાં નથી અથવા થોડી ખસેડાયેલી લાગે છે તો તેને પણ નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Vastu Tips Kitchen : રસોડામાં આ 3 વસ્તુઓનું પડવું છે અશુભ, જાણો વાસ્તુ સંકેત
