AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : આજે વૈભવ સૂર્યવંશીના નિશાને છે આ 5 મહારેકોર્ડ, ડેબ્યુ કરતાની સાથે જ બદલાશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ

Vaibhav Sooryavanshi : ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે 26 જૂનથી 2 ટી20 સીરિઝની શરુઆત થવા જઈ રહી છે. આ સીરિઝમાં વૈભવ સૂર્યવંશીને ડેબ્યુની તક મળી શકે તો આ 5 મહારેકોર્ડ તુટી શકે છે.

Vaibhav Sooryavanshi : આજે  વૈભવ સૂર્યવંશીના નિશાને છે આ 5 મહારેકોર્ડ, ડેબ્યુ કરતાની સાથે જ બદલાશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ
Image Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 8:08 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હાલમાં ચર્ચામાં છે. વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડ વિરુદ્ધ શરુ થનારી ટી20 સીરિઝ માટે સીનિયર ભારતીય ટીમમાં તક મળી છે. આ સીરિઝની પહેલી મેચ આજે 26 જૂનથી રમાશે.જો વૈભવ સૂર્યવંશીને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો મેદાન પર પગ મુકતાની સાથે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર થી લઈ રોહિત શર્માના અનેક રેકોર્ડ તોડી શકે છે.

ભારતનો સૌથી યુવા ઈન્ટરનેશનલ ખેલાડી

ભારત માટે પુરુષ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં ડેબ્યુ કરવાનો રેકોર્ડ સચિન તેડુલકરનું નામ છે. સચિન તેંડુલકરે વર્ષ 1989માં પાકિસ્તાન વિરુદ્ધ માત્ર 16 વર્ષ અને 205 દિવસમની ઉંમરમાં પોતાની પહેલી મેચ રમી હતી. જો વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડ વિરુદ્ધ ટી20 કેપ મળે છે. તો તે 15 વર્ષની ઉંમરમાં મેદાન પર ઉતરી સચિનના 37 વર્ષ જુનો રેકોર્ડ તોડશે અને ભારતનો સૌથી યુવા ઈન્ટરનેશનલ ક્રિકેટર બની જશે.

ડેબ્યુ ઈનિગ્સમાં સૌથી વધારે સિક્સ

ભારત તરફથી પોતાની પહેલી ટી20 મેચ ઈનિગ્સમાં સિક્સ ફટકારવાનો રેકોર્ડ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનના નામે છે. ઈશાને અમદાવાદમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું ડેબ્યુ મેચમાં 4 સિક્સ ફટકારી હતી. આ આક્રમક અને ક્લીન-હિંટિંગ માટે ફેમસ વૈભવ સૂર્યવંશી જો આયરલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી મેચમાં 5 સિક્સ ફટકારે છે તો તે ઈશાન કિશનને પાછળ છોડી લિસ્ટમાં ટોપ પર પહોંચી જશે.

ડેબ્યુમાં સૌથી મોટી ઈનિગ્સ

ભારત માટે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટની પહેલી જ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ બેટ્સમેન અજિક્ય રહાણેના નામે છે. રહાણેએ વર્ષ 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી ટી20 મેચમાં 39 બોલ પર 61 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. વૈભવ સૂર્યવંશી જો આયરલેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી જ મેચમાં 62 રન બનાવવામાં સફળ રહે તો તે રહાણેનો આ 15 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડી શકે છે.

આયરલેન્ડની ધરતી પર ડેબ્યુ કરનાર પહેલો ભારતીય ડેબ્યુડેટ

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યારસુધી 4 ખેલાડીઓસ્ આયરલેન્ડના મેદાન પર પોતાની ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું છે. આ 4 ખેલાડી સિદ્ધાર્થ કૌલ, ઉમરાન મલિક, પ્રસિદ્ધ કૃષ્ણા અને રિંકુ સિંહ છે. રસપ્રદ વાત એ છે કે, આ ચારમાંથી કોઈ પણ બેટ્સમેન પોતાની પહેલી મેચમાં એક પણ રન બનાવી શક્યું ન હતુ. ત્યારે વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડમાં ડેબ્યુ મળે છે તો અને પોતાનું ખાતું ખોલે છે તો તે આયરલેન્ડની ધરતી પર રન બનાવનારો પહેલી ભારતીય ડેબ્યુડેટ બની જશે.

આયરલેન્ડની પિચો પર ટી20 ક્રિકેટમાં ઓપનર સૌથી સફળ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિત શર્માએ આયરિશની ધરતી પર 159.01ની તોફાની સ્ટ્રાઈક રેટથી કુલ 97 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશી પોતાની પહેલી જ મેચમાં ઓપનિંગ કરી 98 રનની ઈનિગ્સ રમે છે. તો રોહિત શર્માને પાછળ છોડી આયરલેન્ડમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ટી20 ઓપનર બની જશે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">