Breaking News : સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર, પ્રતિ કિલો ફેટ 12 રૂપિયાનો વધારો, જુઓ Video
સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકોને 29 જૂને ₹560 કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરી દ્વારા 29 જૂને પશુપાલકોને ભાવ ફેરની રકમ તરીકે કુલ ₹560 કરોડ ચૂકવવામાં આવશે. આ નિર્ણય સાબર ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો.
આ વર્ષે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ ₹1007નો ભાવ ચૂકવવામાં આવશે, જે ગત વર્ષના ₹995 પ્રતિ કિલો ફેટની સરખામણીમાં ₹12નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ગત વર્ષે સાબર ડેરી દ્વારા કુલ ₹522 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે આ રકમ ₹560 કરોડ સુધી પહોંચી છે. આ ચૂકવણી 1800 જેટલી દૂધ મંડળીઓ મારફતે કરવામાં આવશે, જેનાથી સીધા 3.5 લાખ પશુપાલકોને લાભ થશે. સાબર ડેરીના આ નિર્ણયથી સ્થાનિક પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી છે.
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહોની લટાર, વીડિયો વાયરલ
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
