AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ, સંગઠને લીધી ગંભીર નોંધ

સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ, સંગઠને લીધી ગંભીર નોંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2026 | 3:30 PM
Share

અમદાવાદમા, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી સંતોષજનક ના હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. ખાસ કરીને સાબરમતી નદી સફાઈ અભિયાન સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અનેક કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં યોજાતા સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની ઓછી હાજરીને લઈને શહેર ભાજપ સંગઠને ગંભીર નોંધ લીધી છે. આગામી સામાન્ય સભા પહેલા શહેર ભાજપ અધ્યક્ષે કોર્પોરેટરોને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું છે કે દરેક સરકારી અને જાહેર કાર્યક્રમોમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી જરૂરી છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી કાર્યક્રમોમાં કોર્પોરેટરોની હાજરી સંતોષજનક ના હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. ખાસ કરીને સાબરમતી નદી સફાઈ અભિયાન સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં અનેક કાઉન્સિલરો ગેરહાજર રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અધ્યક્ષે કોર્પોરેટરોને ટકોર કરી છે અને આગામી સમયમાં દરેક સરકારી કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૂચના આપી છે. માત્ર હાજરી પૂરતી નહીં પરંતુ જનહિતના કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી પણ દર્શાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય સભા પહેલા કોર્પોરેટરોને સંગઠન તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, શહેરના વિકાસલક્ષી અને જનકલ્યાણના કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ અનિવાર્ય છે. સરકારી કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓની ગેરહાજરીથી ખોટો સંદેશ જાય છે, તેથી હવે આ મુદ્દે વધુ ગંભીરતા દાખવવામાં આવી રહી છે.

શહેર ભાજપના આ પગલાને સંગઠનાત્મક શિસ્ત અને જનસંપર્ક મજબૂત બનાવવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કોર્પોરેટરોની હાજરી અંગે સંગઠન દ્વારા વધુ કડક વલણ અપનાવવામાં આવે તેવી પણ ચર્ચા છે.

Breaking News: હરેન પંડ્યા હત્યા કેસ, દોષિત અસગર અલીની વહેલી મુક્તિ અરજી પર હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો

Published on: Jun 25, 2026 03:29 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">