જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે તંત્રના આયોજન સામે ઉઠાવ્યા સવાલ- Video
જામનગર મહાનગરપાલિકાએ વરસાદના વિલંબ અને ડેમમાં ઓછા પાણીને કારણે દૈનિક પાણી વિતરણ બંધ કરી એકાંતરા પાણી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વિપક્ષે મનપાના આયોજન પર સવાલ ઉઠાવ્યા છે.
એક તરફ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ જામનગર મનપામાં પાણી વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો. મહાનગરપાલિકાએ શહેરના કેટલાક ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કરી તમામ વિસ્તારોમાં એકાતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય લીધો. ડેમમાં મર્યાદિત પાણી અને વરસાદના વિલંબના કારણે આ નિર્ણય લેવાયો. જામનગરમાં દર વર્ષે ચોમાસા પહેલાં પાણીની અછત સામે આવી છે. ત્યારે શહેરીજનોની માગણી છે કે મનપા પાણી સંગ્રહ અને વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે પૂરતી તૈયારી કરે.
વિપક્ષે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલાં દૈનિક પાણી વિતરણના મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ પહેલાં જ ફરી એકાંતરા પાણી આપવાની ફરજ પડતાં તંત્રના આયોજનની પોલ ખુલી છે.
બીજી તરફ મનપાના અધિકારીનો દાવો છે કે..શહેરને પાણી પૂરું પાડતા ઉંડ-1 ડેમ, સસોઈ ડેમ અને આજી-3 ડેમમાં મર્યાદિત જળજથ્થો બચ્યો હોવાને કારણે મહાનગરપાલિકાએ દૈનિક પાણી વિતરણની વ્યવસ્થા સ્થગિત કરી ફરી એકાંતરા પાણી વિતરણ નિર્ણય કર્યો..જેનાથી પાણીની બચત થશે.
હવે અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી દ્વારકા જઈ શકશો, વંદે ભારત ટ્રેનના સમય, રૂટ અને સ્ટેશનમાં કરાયા મોટા ફેરફાર
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
