Gujarati Video : CMના હસ્તે ગુજરાત વિધાનસભાની You Tube ચેનલનો શુભારંભ, વિધાનસભામાં થતા કામ હવે પ્રજા જાણી શકશે

|

Mar 29, 2023 | 5:42 PM

Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્ય પ્રણાલી હવે પ્રજા સુધી પહોંચશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષના હસ્તે ગુજરાત વિધાનસભાની You Tube ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસદીય બાબતોના કામથી પ્રજા અવગત થાય તે માટે યુટ્યુબ ચેનલ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો-Breaking News : કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે, કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત

ગુજરાત વિધાનસભાએ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમોનો વીડિયો અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભામાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચી શકશે. ગુજરાત વિધાનસભાની ચેનલ માટે લોગો પણ તૈયાર કરાયો છે. જે લોગોમાં વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમોના વીડિયો કલીપમાં હશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના પ્રધાનો હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video