તેલંગાણા રાજયના સ્થાપના દિવસની દસમી વર્ષગાંઠ નિમિતે હાઇકોર્ટમાં ભવ્ય ઉજવણી કરાઇ, જુઓ VIDEO

|

Jun 02, 2023 | 5:32 PM

આજે 2 જૂન 2023 (2 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તેલંગાણા રાજયનો સ્થાપના દિવસ છે. આંધ્રપ્રદેશમાંથી વર્ષ 2014માં તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી.

તેલંગાણા રાજ્યની રચનાની (Telangana Foundation Day) દસમી વર્ષગાંઠ હાઇકોર્ટમાં ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. તેલંગાણાના પુત્ર, હાઈકોર્ટના જસ્ટિસ અને કાર્યકારી અધ્યક્ષ નવીન રાવે આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હાઈકોર્ટના મેદાનમાં યોજાયેલી ઉજવણીમાં ન્યાયાધીશો, વકીલો અને હાઈકોર્ટના લીગલ સેલના સભ્યોએ હાજરી આપી હતી. ડો. વૈષ્ણવી સાઈનાથની ટુકડીએ શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું, જ્યારે રાજ કુમારની ટુકડીએ પેરિની નૃત્ય કર્યું હતું. હાઈકોર્ટના કાર્યકારી અધ્યક્ષ જસ્ટિસ પી નવીન રાવે કલાકારોની પ્રશંસા કરી હતી.

નોંધનીય છેકે આજે 2 જૂન 2023 (2 june) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે તેલંગાણા રાજયનો સ્થાપના દિવસ છે. આંધ્રપ્રદેશમાંથી વર્ષ 2014માં તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. આ રાજયની મુખ્ય ભાષા તેલુગુ અને ઉર્દુ છે. અને, આ રાજયમાં હિંદુઓની 84 ટકા વસ્તી છે. જયારે બીજા ક્રમે મુસ્લિમ ધર્મના લોકો વસવાટ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:30 pm, Fri, 2 June 23

Next Article