સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે નામના ધરાવે છે. આ પ્રતિમા બાદ બીજા ક્રમે 128 મીટર ઉંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ અને ત્યાર બાદ ત્રીજા ક્રમે 90 મીટર ઉંચી અમેરિકા સ્થિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઓફ ન્યુયોર્કનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પાંચ વર્ષ એટલે કે 60 મહિના જેટલો સમય લાગ્યો હતો. વિશ્વની આ પહેલી ઊંચી પ્રતિમા છે, જે સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમાનું નિર્માણ ભૂકંપ વિરોધી ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે 6.5ની તીવ્રતાનો ભૂકંપ અને 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની પણ તેના પર કોઈ અસર આવશે નહીં.
આ પ્રતિમા સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન કલાથી બનાવવામાં આવી છે. તેમાં ચાર ધાતુઓના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વર્ષો સુધી તેને કાટ લાગશે નહીં. પ્રતિમામાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.