યશસ્વી જયસ્વાલનું ખુલ્યું નસીબ, એકપણ ODI રમ્યા વિના સીધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પ્રથમ વખત વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની સાથે જ જયસ્વાલનું નામ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં પણ સામેલ છે. તેના તાજેતરના ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આ નિર્ણય લીધો છે.

| Updated on: Jan 18, 2025 | 5:11 PM
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લું એક વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું છે. તે ભારતીય ટીમના ટોપ સ્કોરરમાંથી એક રહ્યો છે. હવે જયસ્વાલને આ પ્રદર્શનનો પુરસ્કાર મળ્યો છે.

1 / 6
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ ટીમનો ભાગ હશે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે જયસ્વાલને ભારતીય ODI ટીમમાં તક મળી છે.

2 / 6
23 વર્ષીય યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. હવે તે ODI ટીમમાં પણ પોતાની જગ્યા બનાવવા માટે તૈયાર છે. આ પહેલીવાર છે જ્યારે તેને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

3 / 6
આ નિર્ણય ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લેવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે BCCI હવે જયસ્વાલને ODI ટીમમાં પણ ઈચ્છે છે. આવી સ્થિતિમાં જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

4 / 6
યશસ્વી જયસ્વાલ ભારતીય ટીમનો બેકઅપ ઓપનર હશે. એટલે કે ઓપનિંગની જવાબદારી રોહિત શર્મા અને શુભમન ગિલ પર રહેશે. પરંતુ જરૂર પડશે તો યશસ્વી જયસ્વાલને તક મળશે. ઈંગ્લેન્ડ સામે 3 ODI મેચો રમાવાની છે, આ શ્રેણી દરમિયાન જયસ્વાલને પણ રોહિત શર્મા અને શુભમન ગિલમાંથી એકને આરામ આપીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે.

5 / 6
રોહિત શર્માએ યશસ્વી જયસ્વાલની ODI ટીમમાં પસંદગી પાછળનું કારણ તેના ફોર્મને ગણાવ્યું હતું. રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'જયસ્વાલને જુઓ, છેલ્લા 6-8 મહિનામાં તેણે શું કર્યું છે તેના આધારે અમે તેને પસંદ કર્યો છે. તે વનડે રમ્યો નથી, પરંતુ અમે તેને તક આપી છે. તેણે ક્ષમતા દર્શાવી છે. (All Photo Credit : PTI / X)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે જોડાયેલ તમામ સમાચાર જાણવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">