સૈફ અલી ખાન પર હુમલો કરનારની પોલીસે જાહેર કરી તસવીર, આરોપીએ માંગ્યા હતા 1 કરોડ ! સૈફના ઘરે અડધી રાત્રે શું થયું ?

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાની માહિતી સામે આવી છે. સુત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, આરોપી અને સૈફના ઘરમાં કામ કરતી નોકરાણી વચ્ચે 1 કરોડની માંગણીને લઈને ઝઘડો થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2025 | 7:05 PM
સૈફઅલી ખાન પર હુમલો કરનાર આરોપીનો ફોટો મુંબઈ પોલીસે જાહેર કર્યો છે. મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરીને સંદિગ્ધ આરોપીનો ફોટો જાહેર કર્યો છે. આ કેસમાં મુંબઈ પોલીસે  BNS 311, 312, 331(4), 331(6), 331(7) આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

1 / 6
સૈફ અલી ખાન પર હુમલાની જાણ થતા જ કરિના કપુર લીલાવતી હોસ્પિટલ પહોચી હતી.  હવે માહિતી સામે આવી રહી છે કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આરોપી અને સૈફના ઘરમાં કામ કરતી નોકરાણી વચ્ચે 1 કરોડની માંગણીને લઈને ઝઘડો થયો હતો. સૈફે આમાં દરમિયાનગીરી કરતા જ આરોપીઓએ તેને ચાકુ માર્યું હોવાનું સામે આવ્યું છે.

2 / 6
સારા અને ઈબ્રાહિમ પણ લીલાવતી હોસ્પિટલ પહોચ્યાં હતા. આ દરમિયાન સૂત્રોએ માહિતી આપી છે કે સૈફના પુત્ર જહાંગીરની સંભાળ રાખતી નર્સ ઈલિયામાના નિવેદનમાં આરોપીએ 1 કરોડની માંગણી કરી હતી. આ હુમલામાં સૈફ અલી ખાન અને બે નોકરાણી ઘાયલ થયા હોવાનો પણ ઉલ્લેખ છે. આ દરમિયાન સૈફ અલી ખાનના ઘરે કામ કરતી નોકરાણી લીમાની પણ પોલીસે પૂછપરછ કરી છે અને આ તપાસ બાદ તે સૈફ અલી ખાનના ઘરે પરત ફરી છે.

3 / 6
કરિના કપુરની બહેન કરિશ્મા કપુર પણ લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન સૈફ અલી ખાન હુમલા કેસમાં મુંબઈ પોલીસે 10 ટીમો બનાવી છે. આરોપી ઘરમાં કેવી રીતે ઘૂસ્યો? તમે હુમલામાંથી કેવી રીતે બહાર આવ્યા? આ તમામ બાબતો તપાસ હેઠળ છે. પોલીસને શંકા છે કે આરોપી સીડી પરથી ઘરમાં પ્રવેશ્યો હતો અને તે જ સીડી પરથી ભાગી ગયો હતો. સૈફ અલી ખાનને છ ઘા મારવામાં આવ્યો છે. છરાબાજી બાદ સૈફ અલી ખાનને રિક્ષા દ્વારા ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, CIU (ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ) આ મામલાની તપાસ કરી રહી છે.

4 / 6
લીલાવતી હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનને મળવા માટે તેની બહેન સોહાઅલી ખાન પહોચી હતી.

5 / 6
સૈફ અલી ખાનના બનેવી અને સોહા અલીખાનના વર કૃણાલ ખેમુ પણ, સૈફ અલી ખાન પર ચાલુથી હુમલો થયાની જાણ થતા જ લીલાવચી હોસ્પિટલ દોડી આવ્યો હતો. ( તસવીર સૌજન્ય-PTI)

6 / 6

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સૈફ અલી ખાન રહે છે. સૈફ અલી ખાન અંગેના અન્ય સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો

BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ

સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

g clip-path="url(#clip0_868_265)">