ના ચૂંટણી, ના કોઈ ધારાસભ્ય, ના કોઈ મુખ્યમંત્રી…37 વર્ષ સુધી કેવી રીતે ચાલી દિલ્હી સરકાર ?
દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને મતગણતરી ત્રણ દિવસ પછી એટલે કે 8 ફેબ્રુઆરીએ થશે. પણ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે દિલ્હીમાં 37 વર્ષ સુધી ના તો કોઈ મુખ્યમંત્રી હતા કે ના તો વિધાનસભા કે ના કોઈ ધારાસભ્ય.

દિલ્હીમાં આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી મામલે એક વાત સ્પષ્ટ છે કે દિલ્હીનું રાજકારણ હંમેશા રસપ્રદ રહ્યું છે. પણ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે દિલ્હીમાં 37 વર્ષ સુધી ના તો કોઈ મુખ્યમંત્રી હતા કે ના તો વિધાનસભા કે ના કોઈ ધારાસભ્ય, ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે તો પછી આ સમયગાળા દરમિયાન વહીવટ કેવી રીતે ચાલતો હશે. દિલ્હીમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે અને મતગણતરી ત્રણ દિવસ પછી એટલે કે 8 ફેબ્રુઆરીએ થશે. પણ શું તમે જાણો છો કે આ દિલ્હીની આ માત્ર આઠમી ચૂંટણી છે. દેશને આઝાદી મળ્યાને લગભગ 75 વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી 18મી ચૂંટણી હતી. પણ શું તમારા મનમાં આ...