પંચાંગ
હિન્દૂ ધર્મમાં કોઈ શુભ કામ કરતા પહેલા મુહૂર્ત જરૂર જોવામાં આવે છે. પંચાંગની સંધિ છુટી પાડીએ તો પંચ + અંગ = પંચાંગ. એટલે કે પાંચ અંગોનાં બનેલા આ શાસ્ત્રને પંચાંગ કહે છે. કોઈ પણ શુભ કાર્ય પહેલા પંચાંગ જરૂરથી જોવું જોઈએ.
પંચાંગ એ હિન્દૂ કેલેન્ડર આધારિત છે. પંચાંગમાં પાંચ અંગ શબ્દની રચના થાય છે. આજ કારણે તેને પંચાંગ કહેવામાં આવે છે. પંચાંગના પાંચ પ્રમુખ અંગ છે નક્ષત્ર, તિથિ, યોગ, કરણ અને વાર. ક્યો દિવસ કેટલો શુભ છે કેટલો અશુભ છે તે પંચાગથી જાણી શકાય છે. હિન્દૂ ધર્મ દરેક કાર્ય કરતા પહેલા પંચાંગ જોવાની પ્રથા છે.