Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ટીમની જાહેરાત સમયે અગરકરની સાથે કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું
Follow Us:
| Updated on: Jan 18, 2025 | 3:35 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 9મી માર્ચ સુધી રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. આ સમયે તેની સાથે કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. તે ગ્રુપ સ્ટેજમાં આ ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં 20 ફેબ્રુઆરીથી ડેબ્યૂ કરશે, આ મેચમાં તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, ગ્રુપની તેની છેલ્લી મેચમાં, તે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ પછી સેમી ફાઈનલ અને પછી ફાઈનલ રમાશે.

ટીમ ઈન્ડિયા અત્યાર સુધી બે વખત ટાઈટલ જીતી ચુકી છે

ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધીમાં બે વખત ટાઈટલ જીત્યું છે. વર્ષ 2002માં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા આ ટુર્નામેન્ટની સંયુક્ત વિજેતા હતી. ત્યારબાદ ફાઈનલ મેચ વરસાદના કારણે હારી ગઈ હતી. તે જ સમયે, વર્ષ 2013 માં, ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. બીજી તરફ આ ટૂર્નામેન્ટ આઠ વર્ષ બાદ વાપસી કરવા જઈ રહી છે. છેલ્લી વખત આ ટુર્નામેન્ટ વર્ષ 2017માં યોજાઈ હતી. ત્યારે પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હરાવ્યું હતું.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર.

g clip-path="url(#clip0_868_265)">